________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે તમને સમજાશે કે આત્માનું ઐશ્વર્ય પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાઓ નાખ્યા છે ? તે હવે તમને સ્પષ્ટ થશે, કોઈ મનુષ્ય જરા અપ્રિયવચન કહ્યું કે વાઘની પેઠે તમે તાડુકો કરે છે, અને સામા પાંચ પચાસ ગાળાના ગેળા છેડે છે, તેમાં કેની હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે ? મિત્રના. ઉપર જ કરવાથી તથા મૈત્રના ઉપર અદેખાઈના વિચારથી ખરી રીતે જોતાં કાનું બગડે છે, તે હવે તમને સ્પષ્ટ જણાય છે, પાંચ દશ જણા ભેગા થઈ નકામા વાતોના તડાકા મારી આડાઅવળા મનમાં આવે તેવા કુવિચારો કરે છે, તેમાં કેનું બગડે છે ? સમજો કે તેમાં તમારું બગડે છે, માલ વિનાના ગપાટા ઠેકવાથી ઢંગધડા વિનાનું અગબગડે ભસવાથી તમારું જ બગડે છે, અને તમે જ દુઃખી થાઓ છે, એમ નક્કી સમજજે, લીંબડાનું ઝાડ વાવી લીએાળીજ પામવાના, આંબાની આશા રાખશે નહીં. આ કથન આરસી જેવું તમને સ્પષ્ટ ભાસ્યા વિના રહેશે નહીં.
અને એજ ઉપરથી વિચારતાં માલુમ પડશે કે જાગ્રત અવસ્થાના સર્વકાળમાં શુદ્ધ વિચાર કરવાની કેટલી બધી આવશ્યકતા છે, આત્મધર્મના વિચારમાં નિરન્તર નિમગ્ન
www.kobatirth.org
For Private And Personal Use Only