________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
નથી. અને માને છે તે પણ તે આત્મરૂપ પરમેશ્વરને જેવા અલ્પ પણ પ્રયત્ન કરતા નથી. અને પ્રયત્ન કરો છે તેપણુ વચ્ચમાંથી નિરાશ થઈ મૂકી દે છે. તમે તમારા શરીરમાં ધ્યાનદષ્ટિથી જોશે તે આપોઆપ અનુભવજ્ઞાને માત્મા જણાશે. તમને પરમેશ્વર તમારી પાસે છતાં તમારા હૃદયમાં છતાં મનુષ્યગતિમાં જણાવવાનું સંભવ છતાં, તમને જોવાની ગરજ નથી. જોવાની નવરાશ નથી. તો તમારા આત્માને તમે દેખી શકવાના નથી. અને તમે તે આત્મામાં રહેલું અનન્ત સુખ ભોગવી શકવાના નથી. નક્કી એ ખરી વાત માનજે. ગંગા નદી ઉત્તરમાં છે. ગંગા ગંગા એમ કરે છે અને દક્ષિણ દિશા તરફ ધશ્યા જાઓ છે. તે શી રીતે ગંગા નદી દેખાશે. ભાઈ સમજે, સમજે. તમારી ભૂલ મારી મેળે સમજી દૂર કરો. અન્ય કે કહેવા આવશે નહિ. ખાવા પીવાની, હરવા ફરવાની મિત્રાદિને હળવા મળવાની, વ્યવહારનાં અસંખ્ય કામ કરવાની તમને નવરાશ મળે છે, નાટક, ચેટકે જોવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે, અને હદયમાં આત્મરૂપ પરમાત્માને શોધવાની, ખેળવાની તમને નવરાશ મળતી નથી. બહુ સારું બહાર ફર્યા કરે. માજશેખ
www.kobatirth.org
For Private And Personal Use Only