________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
છીએ અને દેવલોકમાં જઈશું તે પણ શુભ ઉદ્યમથીજ સમજવું. પુણ્ય અને પાપ પણ શુભ વા અશુભ ઉદ્યાગનાંજ ફળ છે.
ઉદ્યમેન હિ સિધંતિ કાયણિ–ઉદ્યમથીજ સર્વ કાર્યો સિદ્ધ થાય છે, તમે ઉદ્યમ સેવતાં સેવતાં વચ્ચમાં થાકી જઈને કાર્ય પડતું મૂકશે તે તેમાં તમારા પ્રયત્નને જ દેષ છે. માટે હું કરીશ કરીશ ને કરીશ એ પ્રકારની આત્મશ્રદ્ધા ગ્રહી જાણેલું કટિ કસીને આચારમાં મૂકે. તરવાનું ન જાણનાર મનુષ્ય નદીમાં કે તળાવમાં પ્રવેશતાં ડરે છે, ત્યારે તેના મિત્રે જેમ તેને બળાત્કારથી નદીમાં ઘસડી જઈ પછી અંદર છેડી દે છે અને હાથ હલાવવાની તેને ફરજ પાડી ક્રમે ક્રમે તરતાં શિખવે છે. તેમ આત્મસ્વરૂપની શક્તિ સંપાદન કરતાં ડરતી તમારી વૃત્તિને બળાત્કારથી તેમાં ઘસડી જાઓ અને આત્મશ્રદ્ધા પ્રકટાવી તેને ક્રિયા કરવાની ફરજ પાડે. આ કાર્યમાં જે તમને પ્રીતિ હશે પણ અશ્રદ્ધાથી એટલે તે મારાથી કેમ થાય તેમ જાણી અટકયા હશે? આવા ત્રણ ચાર પ્રયત્નથી તમને તમારા સામમાં વિશ્વાસ પ્રગટશે–અને વિશ્વાસ પ્રગટતાં અધિક ગથી ક્રિયા થતાં તમે સવર વિજયને પ્રાપ્ત કરશે.
www.kobatirth.org
For Private And Personal Use Only