________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીલ થાય છે તેમને સમજાયું છે કે આરંભમાં બાહ્યત્રાટકમાં મૂર્તિનું આલંબન લેવાથી ચિત્તવૃત્તિની સ્થિરતા સુલભ રીતે અને અલ્પ વખતમાં સધાય છે. તેમ અન્ય રતે થતું નથી.
પાશ્ચાત્ય પ્રજામાં પણ ચિત વૃત્તિની સ્થિરતા સાથે પ્રતિમા (મૂ)ની અગત્યતા સમજાવા લાગી છે. વોટર ડિ નામને એક અંગ્રેજ વિદ્વાન ઈશુના ભકતને બોધ દેતે કહે છે કે-ઈશુનું પરમ મનહર રમ્ય ચિત્ર વૃત્તિની એકાગ્રતા સાધવામાં પ્રબળ સાહાયરૂપ થાય છે. મૂર્તિનું સન્દર્ય કલ્પના શક્તિનું આકર્ષણ કરે છે. મૂર્તિ એ એકાગ્રતાને માટે તથા પ્રભુના ગુણોના સ્મરણ માટે મહામેટું સાધન છે. શું આ વિધાનના સ્વાનુભવ ઉપરથી મૂર્તિ પૂજાની ઉપગિતા તમને સ્પષ્ટ નથી થતી ? પૂર્વે કહ્યું તેમ વસ્તુતઃ નિરાકારનું તે ધ્યાન કે ચિંતન થતું જ નથી.
જ્યાં ધ્યાન કે ચિંતન થાય છે ત્યાં કોઈ પણ પ્રકારની કલ્પના હોય છે, અને આ કલ્પના નિરાકાર નથી પણ સૂક્ષ્મ આકારવાળી હોય છે, એટલે કે તેમાં આકાર સહિત ચિતવન ભળેલું હોયજ છે. એ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસકે સારી રીતે જાણે છે. પ્રિયભાઈ સમજે કે પરમાત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only