________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેષ રૂપ નથી પણ ગુણ રૂપ છે. જેઓ મૂર્તિપૂજાનું ખંડન કરે છે તેઓ આત્મોન્નતિના શિખર ઉપર જવાનાં નીચેનાં પગથીયાને તેડી નાંખી અલ્પ સામર્થ્યવાળાં મનુષ્યોને શિખર ઉપર આવવાના સંભનો નાશ કરી નાંખે છે. આશ્ચર્ય જેવું એ છે કે–મૂર્તિપૂજાનું ખંડન કરનારાં પોતે જ નિરાકાર પરમાત્માનું ધ્યાન ચિંતવન કરી શકવા સમર્થ હેતા નથી, જે તે પ્રમાણિકપણે પિતાનું અંતઃકરણ તપાસી જુએ તે તેમને સ્પષ્ટ ભાન થયા વિના રહે તેમ નથી, કે તેમની વૃત્તિ ધ્યાન કાળે નિરાકાર પરમાત્માના સ્વરૂપ સાથે લગાર પણ સંબંધવાળી થયેલી હોતી નથી. તેઓ ધ્યાન કરે છે ત્યારે તેઓના અંતઃકરણમાં જે સંકલ્પ વિકલ્પનાં તોફાને ચાલતાં હોય છે તેજ દર્શાવી આપે છે કે-ધ્યાનના ક્રમથી ધ્યાનને કમ સિદ્ધ કર્યા વિના એકદમ નિરાકારનું ધ્યાન કરવાને કુદકા મારવાથી તેઓની તેવી દુર્દશા થાય છે તે જણાય છે. ત્રાટક વા ધ્યાનકાળે તેઓની વૃત્તિમાં જગતનાં હજારે અને લાખે ચિત્ર એક પછી એક ઉઠતાં હોય છે. માટે ક્રમના અનુસાર પ્રયત્ન કરી પ્રતિમા આદિ માનવાં તે બહુ સારું ડહાપણ ભરેલું કામ છે. જેઓ બાહ્ય ત્રાટક સાધવ ખરી નિષ્ઠાથી પ્રયત્ન
www.kobatirth.org
For Private And Personal Use Only