________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે આત્મ તરફ લક્ષ રાખી જનસંખને અધિક ન સેવ, કહ્યું છે કે – होवत मन तन चपलता, जनके संग निमित्त जन संगी होवे नहि, ताते मुनि जगमित्त ॥१॥
સવિવેકી વાચકે, આ શિક્ષા ધ્યાનમાં રાખી આત્મધ્યાનમાં પરાયણ થજો, તમે એકાંત જગ્યામાં સ્થિર થઈ તમારા આત્મસ્વરૂપના વિચારમાં તત્પર રહેજે, અને જંગલમાં વા શૂન્ય નિર્જનપ્રદેશમાં વિધિપૂર્વક બેસી દશ દિશામાં ભટકતા મનને તમારા લક્ષ્યસ્થાનમાં જ બદ્ધ કરજે, એટલે પિતાનાથી બે હાથને છે. કોઈ પદાર્થ મૂકી વિકલ્પ સંકલ્પ કર્યાવિના સ્થિર ચક્ષુથી જોઈ રહેજે, અને સ્થિર ચિત્ત એક કલાક પર્યત રહે ત્યાં સુધી અભ્યાસ કરજે, અને
જ્યારે બાહ્યપ્રદેશમાં ચિત્ત એક ઠેકાણે બંધાઈ જાય છે. એમ નક્કી થયું કે પછી તમે નાભિ, નાસાગ્ર, જીભને અગ્ર ભાગ, ભૂમધ્ય ભાગ, ઉપર ચિત્તવૃત્તિ એકાગ્ર કરવા ત્યાં લક્ષ રાખજે.
ઉતાવળ કરશો નહિ. હળવે હળવે તમે તે કાર્યમાં પ્રવર્તજે. ધૈર્યથી નાભિ નાસાગ્રના ધ્યાનના પ્રત્યેક ક્રમને રૂડી રીતે સાધજે, જે સાધકે પાયાને પાકે કરે છે, અને તેને
www.kobatirth.org
For Private And Personal Use Only