________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ નિર્ભેળ થયેલા ન હોવાથી પુનઃ પુનઃ તેને નિરોધ કરતાં પણ તે જાગ્રત થાય છે. હું દુર્બળ છું, ગરીબ છું, મારું શું થશે? મારા પુત્રનું શું થશે, નિભાવ શી રીતે બની રહેશે ? અમુક પ્રકારે સાવધાન નહિ રહું તો અમુક મારૂ કાટલું ઘડી નાખશે, આવા આવા અનેક વિચાર સંયમ સાધવા પ્રવૃત્ત થએલા સાધકના અંતઃકરણમાં વિક્ષેપ કરવાને માટે લાગ જોઈ બેસી રહ્યા હોય છે, સાધક પિતાના સ્વરૂપમાંથી આડે જાય છે કે તુરત તેના અંત:કરણમાં સપાસપ તે વિચારે પ્રવેશ કરી સાધકને બાધક બનાવી દે છે. શ્રી વિરપ્રભુના પુત્રસાધક આમ બનતું
જોઈ લેશ પણ ગભરાશો નહિ. આમ બનવું એ અનાદિ કાળથી અશુદ્ધ ભાવના જોરે થયા કરે છે. તમને જ આજે આ અનુભવ થાય છે એમ કંઈ નથી પણ પ્રત્યેક સંયમ સાધનાર પુરૂષને પ્રથમ આજ અનુભવ થાય છે. આથી તમારે નિરાશ કે આળસુ બનવાનું કંઈ કારણ નથી. તમે. વીરપ્રભુના ઉદ્યોગ ઉપર ધ્યાન આપો. તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સાડાબાર વર્ષ પર્યત ધ્યાનાવસ્થા ગાળી હતી, વાવ્યા આબે કે તુરત કંઇ કેરી પાકવાની નથી, નિશાળમાં બેઠા કે તુરત કંઇ એમ. એ. ની પદવી મેળવાતી નથી, સરા
www.kobatirth.org
For Private And Personal Use Only