________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ પ્રેમના ભોગી બને. એ પ્રેમ દયામય છે તેથી તે શુદ્ધ છે. આવી ભાવના આવ્યા વિના મન નિર્મલ બનવાનું નથી અને નિર્મલ મન વિના ઉચ્ચ શ્રેણિ પ્રાપ્ત થઈ શક્તી નથી. સજજને, આ પ્રેમ સ્વાર્થ બુદ્ધિને નથી માટે તે અહર્નિશ સેવજે તમો પ્રભુનું ભજન કરે છે. પ્રભુની ઉપાસના કરે છે. પણ તમારૂ મનનિર્મલ થયા વિના તે પ્રભુ ભજન ઉપાસનાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે મેળવી શક્યા નથી. તમારૂ અંતઃકરણ જેમ જેમ ભૂત માત્ર ઉપર દયાવાળું અને પ્રેમની લાગણીવાળું થતું જશે. એટલે તમે તેમ તેમ શરીરની અંદર રહેલા આત્મારૂપી પરમેશ્વરની અધિક સમીપમાં આવતા જશે અને તેમ તેમ તમે સર્વ કાર્ય સિદ્ધ કરનારી એકાગ્રતાને સવર સિદ્ધકરતા જશે.
સર્વ સંકટ માત્રથી તમારૂ રક્ષણ કરનાર કે અમેઘ શસ્ત્ર તમારે જોઈએ છીએ? તમારા અંતઃકરણના સર્વ મળને કાઢી નાખનાર બળવાન ક્ષારની તમારે ઇચ્છા છે? જ્યાં જુઓ ત્યાં તમને વિજય મળે એવી કોઈ દેવી જડી બુટી તમારે જોઈએ છે? હા તે એજ છે કે ભૂતમાત્ર ઉપર અમર્યાદ પ્રેમ ચલાવો અને તમને અનુભવ થશે કે મેં અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only