________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ફસાંમાં જાય છે, પણ મુખવાટે શ્વાસ લેવામાં આવે છે ત્યારે ઠંડીને ઠંડી હવા અંદર જાય છે, અને એનું પરિણામ એ આવે છે કે ઘણી ઠંડી હવાથી ફેફસાં ઉપર કોઈ પ્રસંગે સોજો ચડે છે. રાત્રે પહોળું માં મુકી સુનારને સવારે જ્યારે તે જાગે છે ત્યારે કંઠમાં તથા મુખમાં શેષને અનુભવ થાય છે. આ સર્વ વ્યાધિનાં બીજો શરીરમાં રોપાવાનાં ચિનહો છે.
નાસિકાના બે છિદ્રોમાં પુષ્કળ વાળની રચના થઈ હોય છે. આ વાળ હવામાં રહેલાં ધુળનાં રજકણને, રોગજનક જતુઓને તથા એવા બીજા જ કચરાને ફેફસામાં જતો અટકાવે છે, આ રેકાઈ રહેલે કચરે જ્યારે આપણે વાયુ બહાર કાઢીએ છીએ ત્યારે તે બહાર નીકળી જાય છે. વળી ઉપરના ભાગમાં નાસિકાને આદ્ર રાખનાર ચીકણો રસ રહે છે, તે રસ પણ ધુળ કચરાને અંદર પ્રવેશતાં. અટકાવે છે. મુખમાં આમાંનું કશું જ નથી, અને તેથી શ્વાસોશ્વાસ લેતાં રેગનાં કારણે ઠેઠ ફેફસામાં પ્રવેશી જાય છે, કસરતની વખતે મનુષ્ય મુખથી હાં કે તે હરકત જેવું નથી. અન્યથા હાનિકર છે.
હવાને શુદ્ધ થવાનું જે નાસિકાયંત્ર તે દ્વારા થઈને
www.kobatirth.org
For Private And Personal Use Only