________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિમાનની ઓળખ કરાવવા, પ્રેમ કરાવવા, આમંત્રણ કરું છું તે પ્રેમ ભાવથી સ્વીકારશે.
તો ચિંતાતુર છે; શા માટે વૃથા દુઃખના વિચારોમાં મનને પ્રેરે છે ? આ આત્મધર્મમાં જોડાઓ. ખરેખર અલ્પ સમયમાં વિદ્યુતના પ્રકાશની પેઠે ચિંતાનષ્ટ થશે.
તમે સંસારના દુઃખથી પીડા પામે છે; હાય હાય કરે છે. જે કાઈ મળે છે તેની આગળ પિતાનાં દુઃખનાં રૂદડાં રૂ છે; અને ગરીબ ગાય જેવું દીન મુખ કરી નાખો છે; શા માટે એ સર્વ કરે છે ? તમે આત્મધર્મમાં જોડાઓ. આત્માને ઓળખો. તેની નજીક જાઓ. ખરેખર તેનાથી તમને અપૂર્વ શાન્તિ મળશે.
રાજા કે રંક, રોગી કે ભગી, બાલકે વૃદ્ધ, સ્ત્રી વા પુરૂષ; શત્રુ વા મિત્ર, પૂજક વા નિંદક, સ્વજાતીય વા વિજાતીય; જે કઈ છે પિતાનું કલ્યાણ ઈચ્છે છે તે સર્વ આત્મધર્મમાં જોડાએ, અને આત્મ બગીચાની નજીક આવતાં તમે સર્વ સમાન સુખી, સમાન ધર્મ, સમાન શક્તિમાન, અને એક બીજાના ઉપર પ્રેમ દ્રષ્ટિથી જેનાર દેખાશે. નક્કી સત્ય કહું છું.
www.kobatirth.org
For Private And Personal Use Only