________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪ सोऽहंजापका ध्यान लगाना, मोक्षमहेलको निस्सरणी. पढना गणना सबहि जूठा, जब नहि आतम पीछाना; वर विना क्या जान तमासा, लणबिन भोजनकुं खाना. आतमज्ञान विना जग जाणो, मायामोहका अंधियारा; सदगुरुसंगे आतमध्याने, घटा तरमे उजियारा; सबसे न्यारा सब हममांहि, ज्ञाता शेयपणा धारे, बुद्धिसागर धन धन जगमें, आप तरे परकुं तारे.
એમ અધ્યાત્મ સ્વરૂપની ભાવનામાં લીન થવાથી તમને અત્યાનંદ પ્રાપ્ત થશે. અધ્યાત્મજ્ઞાન અને તેની રમણતાથી અલોકિકસુખની પ્રાપ્તિ થાય છે, અધ્યાત્મશાસ્ત્રના મનનથી તેના સ્મરણથી અને તેના અનુભવથી જે સુખ થાય છે તે સુખની બરાબર દુનિયાનું કોઈ પણ સુખ નથી, અને અધ્યાત્મજ્ઞાનીઓ છે તે શાશ્વત સુખ ભોગવે છે. કહ્યું છે કે,
अध्यात्मशास्त्रसंभूत, सन्तोषसुखशालिनः गणयन्ति न राजानं, न श्रीदं नाऽपि वासवम् ॥१॥
ભાવાર્થ—અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલો છે સંતોષ સુખ તેને ભોગવનારા મહાત્માઓ, રાજાઓ, ધનદને અને ઇદ્રને પણ હીસાબમાં ગણતા નથી.
વળી અધ્યાત્મજ્ઞાનભાવના તથા અધ્યાત્મશાસ્ત્રનું સર્વે
www.kobatirth.org
For Private And Personal Use Only