________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ નીકળતા નથી, હળવે હળવે પ્રયત્ન કરતાં અનુક્રમે કાર્યની સિદ્ધિ થાય છે. આત્મવિદ્યાના નિયમને નિરંતર યાદ કરે કે આત્મસ્વરૂપને વિચાર કરતાં તેનું યથાર્થ સ્વરૂપ તમારા લક્ષ્યમાં ન આવે, તે પણ તેનેજ વિચાર કરવાથી આત્મસ્વરૂપ સમજવાનું બળ અંતઃકરણમાં પ્રગટે છે, અને એને એ પ્રમાણે ધ્યાનનો પ્રયત્ન ચાલુ રહેતાં જે અગમ્ય હેય છે, તેનું કંઈક સ્વરૂપ ગમ્ય થાય છે, અને અંતે પ્રયત્ન સફળતાને જ પામે છે, અને અંત:કરણથી દૃઢપ્રત્યયપૂવક ભાવના કરજો કે આ દેખાતે દેશ તે મારે નથી. જે આ દેશ બાહ્મિચક્ષુથી દેખાય છે તેથી આત્માને દેશ ન્યારે છે. આત્માને દેશ તે લક્ષ્યમાં આવે એવું નથી, એટલે તે અલખ છે. અનુભવજ્ઞાનથી તે અસંખ્યપ્રદેશરૂપ વ્યક્તિવાળો આત્મતત્ત્વ દેશ છે તેને પ્રત્યય ઉપજે છે. તમારા દેશમાં સાત ભયમાં કોઈ પણ ભય નથી. માટે તે દેશનું પુનઃ પુનઃ મરણ કરજો. તે સંબંધી નીચેનું પદ સ્મરી જજે.
૯.
(મmir=ારે સુતા ચાર-છ રાજ.) अलखदेशमे वास हमारा, मायासे हम है न्यारा; निर्मलज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा॥१॥ सुरतासंगे क्षण क्षण रहेना, दुनियादारी दरकरणी;
www.kobatirth.org
For Private And Personal Use Only