________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ પિતાના શુદ્ધસ્વરૂપે નિશ્ચય નયથી જોતાં મલ રહિત છે. માટે તેને અમલ કહે છે. વળી આત્મા અગમ્ય છે. વળી આત્માનું નામ નથી માટે તેને અનામી કહે છે. વળી આત્મા વર્ણગંધાદિકથી રહિત છે માટે અરૂપી છે, અને પિતાના અસંખ્યપ્રદેશ આદિ સ્વરૂપે રૂપી છે. વળી નિશ્ચય નથી જોતાં આત્મા કર્મથી રહિત અકર્મ છે, આબંધક છે, અનુદયિક છે. વળી આત્મા પોતે મન વચન અને કાયાના
ગથી ભિન્ન છે. માટે તે અગી જાણ, વળી શુભાશુભ વર્ણગંધરસ અને સ્પર્શમય જે પુગળો છે, તેના ભાગને વસ્તુતઃ નિશ્ચય નથી જોતાં આત્મા ભગવતો નથી, માટે તે અભાગી જાણો. આત્માના ગુણોને ભેદ થતા નથી એટલે આત્માથી આત્માના ગુણ ભિન્ન કદાપિ કાળે પડતા નથી, માટે આત્માને અભેદી કહે છે. પુરૂષ વેદ એટલે સ્ત્રી ભોગવવાની ઈચ્છા જેનાથી થાય છે. સ્ત્રી વેદ એટલે પુરુષ ભેગવવાની ઈચ્છા જેનાથી થાય છે. નપુંસક વેદ એટલે સ્ત્રીપુરૂષ ઉભય ભોગવવાની ઈચ્છા જેનાથી થાય છે. એ ત્રણ પ્રકારના વેદથી પણ રહિત, નિશ્ચયનયથી જોતાં આત્મા છે. માટે આત્મા અવેદી જાણો. વળી સત્તાથી જોતાં અરોગી, છેદી, અખેદી, અકપાઈ, અસખાઈ, અલેસી, અશરીરી, અણાહારી,
www.kobatirth.org
For Private And Personal Use Only