________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
રૂપમિત્ર જે તે પ્રત્યક્ષપણે જ જેમ તેમ આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ છે, અને જગમાં પ્રસિદ્ધ એવે અનુભવજ્ઞાન મિત્ર છે. અહો તેની કેવી દક્ષતા ? અહો અનુભવજ્ઞાન રૂપમિત્રની કેવી ચતુરાઈ ? કેવું ડહાપણુ? અને તેની કેવી પ્રતીતિ ? અંતરજામી જે શરીરમાં રહેલા અસંખ્યપ્રદેશી આત્મા તેની સમીપમાં એટલે ભાવિકભાવે તેની પ્રાપ્તિમાં મિત્રતાની ખરી રીતે સાચવી. એવા અનંત મહિને માને ધારક અનુભવજ્ઞાનરૂપ મિત્રની સંગે ક્ષણે ક્ષણે રહેતાં તેને ક્ષણ માત્ર પણ સદાકાળ અળગે ન મૂકતાં, અને તેમાં એટલે અનુભવ જ્ઞાનમાં રંગાતા એકમેક થઈ જતાં, અથાન તન્મય સ્વરૂપપણે સદાકાળ રહેતાં, આવિર્ભાવે આભાર ! પ્રભુ મળ્યા. અસંખ્યપ્રદેશથી એકમેક થઈ અભેદપણે પરમાત્માને ભેટયા. દર્શન કર્યા, ત્યારે સર્વ આત્મગુણના આવિર્ભાવતારુપ કાર્ય સફલ પણ થયું.
એવી દશામાં પિતાનું જે પરમાત્મપદ તેની અનતસંપદા તેનો અનુભવ કરે. અને આનંદને સમૂહ તેનો સ્વામી પોતે બની રહે. એમ આનંદઘનજી મહારાજ પોતે કહે છે કે અનુભવ જ્ઞાનયોગે ક્ષાયિક ભાવે ભવ્યજીવ આત્મગુણ સંપદા પામી પરમાત્મા સ્વરૂપ બની અનંત -
www.kobatirth.org
For Private And Personal Use Only