________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
નેંદ્રિયથી જેનો આનંદરસ ગ્રહણ કરી શકાય નહીં, કારણકે રસોંદિય, રૂપી પદાર્થમાં રહેલા પાંચ પ્રકારના રસને જાણી શકે છે, અને આત્માને અરૂપી છે. માટે તે આત્મામાં રહેલા અનંત આનંદરૂપ રસને જીભ ગ્રહણ કરી શકતી નથી. ધ્રાણેદિયથી જેનું સ્વરૂપ ગ્રહણ કરી શકાતું નથી. ચક્ષુકિયથી જેનું સ્વરૂપ દેખી શકાતું નથી. ચક્ષુથકી તે રૂપી પદાર્થ અને તેમાં રહેલા, નીલ, પીત, વેત, કૃષ્ણ, રક્ત દેખી શકાય છે અને આત્મા રૂપી નથી. રૂપરહિત છે. કાલે, નીલે, પીત, શ્વેત, રાતો નથી. પુગલના સ્વરૂપથી ન્યારે છે. તે આંખથી દેખી શકાય નહીં. વળી કાનથી પણ જે સાંભળી શકાય નહીં. કારણકે તેંદ્રિયને વિષય શબ્દગ્રહણ કરવાનો છે. શબ્દ છે તે પુદ્ગલ પરમાણુઓનો બનેલો સ્કંધરૂપ પર્યાય છે. તે શબ્દ ત્રણ પ્રકારને છે, સચિત્તશ, અચિતશબ્દ, સચિત્ત અચિત્તમિશ્રશબ્દ, એ શબ્દના બીજા પણ ભેદે થાય છે. તે રૂપી શબ્દને શ્રવણેકિય ગ્રહણ કરે છે, અને આત્મા તે પુગલદ્રવ્યથી ન્યારો છે, તેથી કાનથી પણ આત્મા ગ્રાહ્ય થઈ શકે નહીં. અને ઇન્દ્રિયથી પણ જે ગ્રાહ્ય થાય નહીં એવા અતીંદિયઆત્માને કોણ દેખાડી શકે ?? કોની મદદથી તે દેખાય? ત્યારે આનંદઘનજી મહારાજ કહે છે કે
www.kobatirth.org
For Private And Personal Use Only