________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
કઈ કહે છે કે ચંદ્રમાં અમૃત રહ્યું છે, કોઈ નાગ લેકમાં અમૃત રહ્યું છે એમ કહે છે, કોઈ દુધમાં અમૃત રહ્યું છે એમ માને છે, પણ આત્મજ્ઞાની પુરૂષ કહે છે કે તે સ્થાને અમૃત નથી-ખરૂ અમૃત કે જેની પ્રાપ્તિથી જન્મ જરા અને મરણના રોગ ટળે એવું અમૃતતા આત્મધ્યાનમાં રહ્યું છે, એમ નકકી સમજજે. અનંતતીર્થંકર મહારાજાએ આ પ્રમાણે કથે છે, અને તેઓએ શુકલધ્યાન ધ્યાયીને અમૃત પ્રાપ્ત કર્યું છે, અને તેથી આપણે પણ પ્રભુના માર્ગે ચાલી ધ્યાન દ્વારા આત્મામાં રહેલું અમૃતત્વ પ્રાપ્ત કરવું જોઈએ.
હે પ્રિય સુખસાધકે ! તમો એ પ્રમાણે આત્માને પરમાત્મા લેખી તેના ધ્યાનમાં નિમગ્ન થશે એટલે તમને અધ્યાત્મસુખની ખુમારી અનુભવાશે, કસ્તુરીની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, લસણની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, ચંપાની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, તમે જે વસ્તુની સમીપમાં જશે. તે વસ્તુમાં જેવા ગુણ હશે તેવા તમને સંપ્રાપ્ત થશે. જો તમે રાગદેશની સમીપમાં જશો તો તેનું ફળ પ્રાપ્ત કરશો. શુદ્ધ વિચારની સમીપમાં એટલે શુદ્ધ વિચારને સેવન કરશો તે તેનું ફળ સંપ્રાપ્ત કરશે. તમે અનંત ચેતન્યશક્તિધારક આ
www.kobatirth.org
For Private And Personal Use Only