________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એવો શરીરને વિષે રહેલો વ્યાનીનો આત્મા, શોભી રહ્યા છે. વળી ધ્યાનની વિચિત્ર દશા બતાવે છે.
या निशा सकलभतगणानां ध्यानिनो दिन
महोत्सव स एषः यत्र जाग्रति च तेऽभिनिविष्ठा ध्यानिनो भवति
તા સુપુતિઃ - ૨ - સકલ પ્રાણુ સમૂહને જે રાત્રી છે, તેજ ધ્યાનીઓને દિવસનો મહોત્સવ છે, અને સંસારી જીવો જે વેળાએ પરભાવ પરિણતિમાં જાગે છે, તે જ વેળાએ પરભાવ પરિણ તિમાં ધ્યાની મુનિરાજો ઉઘે છે. કામાતુર પ્રાણી વિષયની પ્રાપ્તિ અર્થે અશુદ્ધ વિચાર સેવતો જ્યારે કદર્થના પામી ખિન્ન થાય છે. ત્યારે આત્મધ્યાની પરમાત્મદર્શનની ઈચ્છા વાળે થયો હતો આત્મધ્યાનમાં વૃદ્ધિ માનીને તેમાં જ સુખી થયો છતો રાગ દ્વેષના વિચારોનું સેવન કરતો નથી. આત્મસ્વરૂપનું ધ્યાન કરનાર, કર્મથી બંધાતું નથી. આત્મધ્યાની મુનીને ઇંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર અને રાજાની શ્રેણિ, નમસ્કાર કરે તે પણ આત્મધ્યાની તેથી ખુશી થતો નથી, અને કઈ તેને તિરસ્કાર કરે છે તે પણ તેથી તે નાખુશ થતો નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only