________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન થાય તેટલા સુધી તમારે આગળ વધવાનું છે. નિંદા એ વિકાના સમાન છે. પ્રભુના પ્રેમી સંત પુરૂષો પાપીની પણ નિંદા કરે નહિ. આ વાત લક્ષ્યમાં રાખજે. સુણી સુણુને કુટયા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન, આત્મપ્રેમીએ કેની નિંદા ન કરવી, ન કરવી. એમ તમે લાવાર વાંચ્યું. વાંચતાં વાંચતાં તમારાં વીશ, પચ્ચી, ત્રીસ, ચાલીશ વર્ષ ચાલ્યાં ગયાં, અને નિંદા કરવી નહીં, કરવી નહીં. એમ સાંભળતાં સાંભળતાં તમારી ઉમ્મર પૂરી થવા આવી પણ હજી ર્નિદારૂપ અગ્નિની વાલા હદયમાં એવીને એવી બળતી રહી છે, તેના સામું જુઓ ! ! સામું જુઓ! જે તમને નિંદા કરવી નહીં એવી અંતઃકરણથી નિશ્ચયતા થતી હોય તો આજથી નિંદા કરવાનું ત્યાગ કરો, ત્યાગ કરે. કોઈની પણ નિંદા કરવાનો મનમાં વિચાર આવે કે તુરત તેને દાબી દો, અને તેના પ્રતિ કલયાણને વિચાર ચલાવો. આ વાત વારંવાર યાદ રાખી, નિંદાના શબ્દો મુખમાંથી કાઢશે નહીં. સારા અગર ખેટા શબ્દ સારા અને ખાટા ફળને આપે છે. શું તમે અન્ય દેવીઓની નિંદા કરવાથી દોષરહિત કદી થવાના છે ? ના, પણ ઉલટા દેશના સ્થાનરૂપ બનો છો. અન્યના દોષ જેવાથી તમારામાં દોષની
આપે છે. અગર પર રાજ
www.kobatirth.org
For Private And Personal Use Only