________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–દ્રવ્યનું આશ્રય સ્થાન વર્ણવ્યા પછી હવે દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય છે, અથવા નિત્ય કયી અપેક્ષાએ અનિત્ય કયી અપેક્ષાએ તે જૈન શલીથી જણાવી, જેનાની વસ્તુ માત્ર જોવાની દૃષ્ટિ સિદ્ધ કરી આપે છે.
અર્થ-કવ્યાર્થિક નયની અપેક્ષાએ છએ દ્રવ્ય નિત્ય જાણવા. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ છએ દ્રવને સુજ્ઞ પુરૂષોએ અનિત્ય જાણવા.
ભાવાર્થ –કવ્યતે સદા નિત્ય છે, પણ તેના પર્યા. એને ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. દુધના કપે દધિરૂપે પરિણમે છે, અથવા સુવર્ણ કહે કુંડળરૂપે પરિણમે છે, અથવા તે મૃત્તિકા સકંધ ઘટરૂપે પરિણમે છે. આ બધા દાન્તમાં દ્રવ્યમાં ફેરફાર થતો નથી, પણ તે દ્રવ્યના પર્યમાં ફેરફાર થાય છે, જેમ સમુદ્રમાં કલ્લોલ ઉત્પન્ન થાય છે, અને સમુદ્રમાં વિલય પામે છે, પણ સમુદ્રને તેને તેજ રહે છે, તેજ રીતે દ્રવ્યના પાયામાં ફેરફાર ભલે ક્ષણે ક્ષણે થાય પણ દ્રવ્ય તેવું જ રહે છે, તેમાં રતિમાત્ર ફેર પડતું નથી. એક દ્રવ્ય પોતાનું સ્વરૂપ બદલી બીજા દ્રવ્યરૂપે પરિણમતું નથી. સાયન્સ પણ અનેક રસાયન શાસ્ત્રના પ્રાગોને આધારે સિદ્ધ કર્યું છે કે પુગલ અનાશવંત નિત્ય છે. દાખલા તરીકે જે પરમાણુ કધોની મીણબત્તી બની હતી, તે પરમાણુઓ નિત્ય રહે છે; ભલેને મીણબત્તીરૂપે તેને વિનાશ થાય પણ તેમાંના એક પણ પરમાણુનો ક. દાપિ નાશ થતું નથી. આ દષ્ટિબિન્દુથી તપાસતાં દ્રવ્યની અપેક્ષા એ (મૂળ સ્વરૂપની અપેક્ષાએ) દ્રવ્ય નિત્ય છે,
For Private And Personal Use Only