________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧. આ પૃથ્વી ઉપર ચાર દાન પ્રસિદ્ધ છે, પણ તે સઘળાં દાન ધર્મદાનના ફળના સેળમા ભાગે પણ આવે તેમ નથી. અન્નદાનથી જીવને ક્ષણિક તૃપ્તિ થાય છે, વળી આષધ દાનથી પણ અમુક વખતને સારૂ લાભ થાય છે. વિદ્યાદાનથી જાવજીવ લાભ થાય છે; અભયદાનથી અને મુક વખતને સારૂ તે જીવ બચે છે, અને મરણના ભયથી છેડાવનારને ઘણું પુન્ય ઉપાર્જન થાય છે, પણ વહેલું મે એને મરવાનું તે હોય છે. માટે તે બચેલે જીવ વહેલે અથવા મેડે મરે તે છે. પણ જન્મ મરણના ચક્રમાંથી હમેશને વાસ્તે બચાવનારતે ધર્મદાન છે, માટે તે ઉત્તમોત્તમ છે, તેના જેવું દાન આ વસુધામાં એક પણ નથી શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે માતપિતાની ગમે તેટલી ભક્તિ કરે તે પણ માતપિતાએ કરેલા ઉપકારને બદલે વળે તેમ નથી, પણ જે તેમને સદધર્મની શ્રદ્ધા પુત્ર કરાવી શકે તે તેમના ઉપકારને બદલે વાગ્યે તેણે કહી. શકાય આ રીતે પણ ધર્મના દાનની મહત્તા આપણને માલૂમ પડે છે, ધર્મદાનની આટલી મહત્તા જણાવી તે ઉપરથી કેઈએ એમ ન માનવું કે બીજા દાન નિરર્થક છે, તે પણ જરૂરનાં છે, અને મેક્ષની નિસરણું ચઢવાનાં ઉત્તમ પગથીયાં છે; પણ ઉંચામાં ઉંચું પગથીયું જોઈએ તે ધમેદાન છે એટલું જ કહેવાને આશય છે. સમ્યગૂજ્ઞાનદાતા ગુરૂને ઉપકાર કેઈથી કદાપિ વળે તેમ નથી કહ્યું કે –
सम्यक्त्व दानदातारं गुरुं महोपकारिणम् ।। कोटाकोटिभवैः शिष्या उपकत्तुं नैवपीशते ॥ સમકતરૂપી દાનના આપનારા ગુરૂ મહા ઉપકારી છે;
For Private And Personal Use Only