________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
યુ કે જૈન શાસ્ત્ર અસત્ છે, એમ માનવુ તે ભુલ ભરેલું છે. આ સર્વ અપેક્ષાએ કહેવાય છે. જુદાં જુદાં દષ્ટિ બિન્દુથી એજ વસ્તુ જુદી ભાસે છે. અમદાવાદ ઉત્તરે છે, અને દક્ષિણે પણ છે, આ એ વિશેષણા એકદમ કાઇ સાંભળે તે કહેનારને ગાંડો ગણે, પણ વિચારે તે તેને જણાય કે અમદાવાદ મુંબઇની ઉત્તરે છે, અને તેજ અમ દાવાદ અજમેરની દક્ષિણે છે. આવા ઘણા દાખલાઓ આવી શકાય. તેજ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ વિરૂદ્ધ ગુણા એક જ સમયે એકજ આત્મદ્રવ્યમાં રહી શકે છે. આત્મામાં ચેતનભાવનું અસ્તિત્વ છે તેજ સમયે તેમાં જડભાવનું નાસ્તિત્વ છે. આત્મામાં દર્શનગુણુનુ અસ્તિત્વ છે, તેજ સમયે અદર્શનનું નાસ્તિત્વ છે, એકજ ગુણનુ અસ્તિત્વ અને નાસ્તિત્વ એક જ સમયે એક જ દ્રશ્યમાં હોઇ શકે નહિ, અને તેવુ તેા જૈન શાસ્ત્ર પણ માનતું નથી. માટે આ સર્વ આ લેકમાં જણાવ્યા પ્રમાણે સાપેક્ષ દૃષ્ટિથી વિચારવું. શ્રી વિશેષાવશ્યક મધ્યે લખેલું છે કે જે વસ્તુના અસ્તિત્વ નાસ્તિત્વધર્મ જાણે છે. તે સમ્યગ્રાની છે, અને જે તે નથી જાણતા અથવા અયથાર્થપણે જાણે છે, તેને અજ્ઞાની ગણવા માટે એકદમ કેઇ પણ વસ્તુ સંબંધી અભિપ્રાય આંધવાને બદલે સ દૃષ્ટિ બિન્દુથી તેનેા વિચાર કરવા એજ સાર છે. સ્યાદ્વાદશાસન સત્તમ છે,
अवतरणम् -- अस्तित्वनास्तित्वमाश्रित्य सप्तभंगी चेतने वर्तते तदाह ||
For Private And Personal Use Only