________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२
અવતરણુ–મેક્ષાધિકારીએ સ્વીકારવા યોગ્ય ધમાં પણ દ્રવ્યધર્મ કરતાં ભાવ ધર્મની વિશેષ મુખ્યતા છે એ બાબત હવે ગ્રન્થકાર નિવેદન કરે છે. '
અથ–ભાવધર્મ શુન્ય જે પુરૂષે દ્રવ્યધર્મના પ્રવતક છે, તેઓ આપયોગની શુન્યતાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?
ભાવાર્થ-જૈન શાસ્ત્ર દ્રવ્યક્રિયા કરતાં ભાવકિયાને ઉત્તમ ગણે છે ઉત્તમ દ્રવ્યકિયા તે ઉત્તમ ભાવનું કારણ છે; પણ ભાવવગર કરાયેલી દ્રવ્યકિયા વિશેષ ફળદાતા ની. વડતી નથી. કહેવાને ભાવાર્થ એમ નથી કે દ્રક્રિયા ન કરવી, પણ તે ભાવ સહિત કરવી. ઘમના ચાર પ્રકાર દાન, શીળ, તપ અને ભાવ છે, તેમાં પણ પ્રથમ ત્રણને આધાર અને ઉત્તમફળ ભાવપર રહેલું છે.
શાસ્ત્રોમાં વારંવાર એમ કહેલું સાંભળવામાં આવે છે કે કિયા કરતી વખતના મનના પરિણામ ઉપર શુભાશુભ કર્મના બંધને આધાર છે. એક હેકટર કઈક સ્ત્રીના સડેલા પગનો ભાગ બીજા ભાગને ન સડાવે તે હેતુથી તે પગ કાપી નાખે, અને કોઈક ર તે સ્ત્રીના પગમાંથી કહ્યું ન નીકળતું હોય તેથી તે કાપી નાખે; આ બન્નેના કાર્ય બાહ્ય દષ્ટીથી દેખનારને એક સરખા લાગે, પણ તેમાં આશયની ભિન્નતા હતી, માટે તેના ફળમાં પણ અવશ્ય ફેર પડવાને. આમ ધર્મરૂપ સાધ્યબિદુ લક્ષમાં રાખી કરવામાં આવેલી દરેક કિયા સંવરના કારણરૂપ થાય છે. જેમાં આમોગની તદ્દન શુ યતા છે, તેવી પ્રક્રિયા
For Private And Personal Use Only