________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ મનુષ્ય જે વસ્તુ ઉપર રાગ કરે છે, અથવા જે વસ્તુ ઉપર દ્વેષ કરે છે, તે બન્નેથી બંધાય છે. રાગ તે. મજ દૈષ બને બંધનકારક છે. માટે તે બન્ને એક સરખી રીતે ત્યાગ કરવા લાયક છે. ત્યારે અત્ર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રાગદ્વેષને ત્યાગ શી રીતે થઈ શકે ? દરેક ક્ષણે ઉત્પન્ન થતી રાગદ્વેષની વૃત્તિઓને માણસ કેવી રીતે નાશ કરી શકે? તેમજ રાગ અને દ્વેષના કારણેની વચ્ચમાં રહેવા છતાં મધ્યસ્થપણું અથવા સમતા કેવી રીતે જાળવી શકે? આ પ્રશ્નનો ઉત્તર આપણે હવે વિચારીએ.
આ પ્રશ્નને ઉત્તર ફકત એકજ વિચારને આધીન છે. સર્વ પિલિક પદાર્થો અને અનિત્ય છે. કેટલીક વસ્તુના પદર્યો તેની તે સ્થિતિમાં લાંબા કાળ સુધી ટકે પણ કાળની અપેક્ષાએ અનિત્ય છે. ધર્મશાસ્ત્રોમાં પતિપાદન કરવામાં આવ્યું છે કે ઈન્દ્રની રૂદ્ધિ પણ અંતે ક્ષણિક છે. આ વિ. ચાર પ્રથમ દ્રષ્ટિએ અસત્ હોય એમ લાગશે. પણ વસ્તુ સ્થિતિ વિચારતાં તે સત્યથી પરિપૂર્ણ છે. ભલેને ઈન્દ્રનું આયુષ્ય સાગરેપમનું હોય છતાં કાળ અનંત છે, અને કાળની અનંતતાની અપેક્ષાએ સાગરોપમ પણ એક ક્ષણ તરીકે માનવામાં આવે છે તે કલ્પના અસત્ય નથી. આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અનિત્ય છે, પણ અનિત્યતામાં પણ ભેદ છે. જો કે સઘળી પિગલિક પદાથે ત્યાજય છે, છતાં એકદમ સર્વ પદાર્થને ત્યાગ થઈ શકે નહિ, માટે ધીમેધીમે તે કામ આરંભ કર જોઈએ. પ્રથમ નાની નાની બાબતે
For Private And Personal Use Only