________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
પણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતું નથી, પણ હવે તે પરીક્ષાનું એકજ અઠવાડીયું બાકી રહ્યું છે, માટે હવે તે મનને સ્થિર કર્યા વિના અને પુસ્તક તરફ ધ્યાન આપ્યા સિવાય બીજો માર્ગ નથી; માટે હું હવે તે મનને વશ કરવા પ્રયત્ન કરીશ ” આ છેલ્લા શબ્દો આપણને સૂચવે છે. કે મન કરતાં વધારે શક્તિવાળી કાંઇક વસ્તુ છે કે જેમનને પણ સયમમાં લાવવાનું સામર્થ્ય ધરાવે છે, અને તેને ધર્મ શાસ્ત્ર આત્માના નામથી ઓળખાવે છે, તમે તેને બીજી નામ આપેા તેથી તેના ગુણમાં ક્રૂર પડતા નથી, જેમ શરીર અને ઇન્દ્રિયાને વશ કરનાર મન છે, તેમ મનને વશ કરનાર, મનને પોતાની ઈચ્છા મુજમ ચલવનાર કાંકિ તત્ત્વ છે, અને તે તત્ત્વ તે આત્મા છે. જો તમે તમારા ભટકતા મનને નિગ્રહમાં લાવવા અને તમારી ધારેલી ૧. સ્તુ ઉપર સ્થિર કરવા પ્રયત્ન કરશે તેા જરૂર તમે તે કરી શકશો. કારણ કે આત્મબળ અનત છે. આ ખાત્રી તમને બુદ્ધિ રીતે થશે, પણ તેના સાક્ષાત્કાર કરવાને ચાગ માગ છે, પ્રથમ તે તમારી બુદ્ધિ આત્માનું અસ્તિત્વ કબુલ કરે તેા પછી તેને અનુભવવાને તમે પ્રયત્ન પણ આદ, માટે તે સિદ્ધ કરવાને આ એક વિચાર શ્રેણી અત્રે નિવેદન કરી તે. તે ઉપર શાંત મનથી વિચાર કરશે તે ઘણુ સમજવાસ્તુ તમને મળી આવશે.
अवतरणम् -- जीवस्याभ्यर्हितत्वात् संसारदशायां सर्वेषा मजीवानां भोक्तृत्वाच्च जीवलक्षणमभिधायायक्रम प्राप्तत्वाज्जी वसंसृतरजीवसेम्बन्धपूर्वकत्वाच्चाजीव लक्षयति
For Private And Personal Use Only