________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૭ શા સારૂ? બીજાને ખોટું બેલી ભરમાવે શા સારૂ ? વળી કપટ એ આત્માને સ્વભાવ નથી. આત્મા તે નિઃસ્વાર્થી છે, પણ પુલના સંબંધમાં આવી આત્મા સ્વાર્થી બનતે લાગે છે, પણ જ્યારે વિવેક જ્ઞાનથી આત્મા જડ અને ચેતનને ભેદ બરાબર સમજતે થાય છે, ત્યારે સ્વાર્થતા જે હું પણાને લીધે ઉત્પન થવા પામી હતી તે નાશ થાય છે, અને સ્વાર્થતા નાશ પામતાં કુડ કપટ પણ ચાલ્યાં. જાય છે. આત્મા સત્ સ્વરૂપી છે તે ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે. તેનું અસ્તિત્વ કદાપિ નાશ પામતું નથી. તે છે છે અને છે, વળી આત્મા સ્વરૂપને ઉપગી છે, એટલે આત્માનુભવ રસિક છે; બીજાં કામ આત્મા કરે, પણ આત્મા હમેશાં પોતાનું ધ્યાન આત્મામાંજ પડે છે. વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નનું નિવાસ સ્થાન આત્મા છે. જીવાદિ પદાર્થોને યથાર્થ અવબોધ તે સમ્યગ જ્ઞાન; તત્વ પર શ્રદ્ધા તે દર્શન, અને આત્મ રમતા તે ચારિત્ર; આ ત્રણે ગુણ આત્મામાં માલુમ પડે છે. માટે તે ત્રણ ગુણનું નિવાસ સ્થાન આત્મા છે; આવા ગુણે વાળા આત્માને અનુભવવાને પ્રયત્ન કરે. જે જે પ્રયત્ન શુદ્ધ મનથી અને શુદ્ધ જ્ઞાન પૂર્વક કરવામાં આવે છે, તે તે ફળ આપનાર નીવડયા વગર રહેતું જ નથી. તેના ઉપર એક ટુંક દષ્ટાન્ત નીચે મુજબ છે.
એક સાધુ બઝારમાં બેસી વ્યાખ્યાન વાંચવા લાગ્યા. પણ કઈ તેમનું વ્યાખ્યાન સાંભળવા કેટલાક દિવસ સુધી ગયું નહિ; આથી તે કંટાલ્યા નહિ, પણ પિતાને પ્રયાસ
For Private And Personal Use Only