________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३४ ઇન્દ્રિયની અપેક્ષાએ અરૂપી કહીએ છીએ; પણ તે કેવળ અરૂપી નથી, કારણ કે કેવળી ભગવાન તે તેને જાણ શકે છે, માટે તેમની અપેક્ષાએ તે તેના અસંખ્યપ્રદેશ સ્વરૂપી માનીએ તે, સમજવા પ્રમાણે અનુચિત ગણાશે નહિ. કારણ કે અસંખ્યપ્રદેશની અરૂપી વ્યક્તિ છે, તેજ તેનું સ્વરૂપ છે. વળી આત્મા નિરંજન છે. કેઈ પણ પ્રકારના અંજન-ડાઘ રહિત છે, એટલે તે શુદ્ધ સ્વરૂપી છે. વળી તે નિર્લેપ છે. કમલના લેપથી તે રહિત છે. કર્મ મળ સર્વ ઉપાધિ આશ્રયી છે. શુદ્ધ આત્માને કર્મમળ લાગતું નથી. સૂર્યનાં કિરણ કાદવમાં પડે, ત્યારે આપણને તે કિરણ કાદવથી ખરડાયેલાં લાગે છે, અને સૂર્ય અશુદ્ધ થયે એમ આપણે કહીએ છીએ, પણ જ્યારે સૂર્ય પતાનાં કિરણ અંતર્મુખ વાળે છે, ત્યારે તે મળ તેની સાથે જતો નથી. તેવી રીતે આત્મા દેહને લઈને કર્મ મળથી ખરડાયલ ભાસે છે, પણ જ્યારે ધ્યાનમાગથી આત્મા અંતમુખે વળે છે, અને પોતાનું સ્વરૂપ નિહાળે છે, ત્યારે આ મળ ત્યાં જઈ શકતો નથી, માટે તે નિલપ કહેવાય છે. અને તે કૈવલ્ય-સંપૂર્ણ જ્ઞાનથી પ્રકાશે છે. કેવલ્ય જ્ઞાન બહારથી મેળવવાનું નથી, તે આત્મામાં જ રહેલું છે, આત્મામાં તે રહેલું છે, એ જાણવું એજ તે મેળવવા સમાન છે. માટે ઉપર જણાવેલું આત્માનું સ્વરૂપ સમજી તે અનુભવવાને પ્રયત્ન કરે, એટલે આપણામાં તિરહિત રહેલું કેવલ જ્ઞાન પણ વખત આવતાં પ્રકટી નીકળશે.
For Private And Personal Use Only