________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર એ સંબંધ ગ્રન્થકાર દર્શાવે છે. જેમ દુધ અને પાણી જુદા ધર્મવાળાં છતાં એવી રીતે મળી જાય છે કે બને એક સ્વભાવવાળાં હોય એમ માનવાને આપણે દેરવાઈ જઈએ છીએ. સામાન્ય મનુષ્ય તે દુધ અને નીર ભેગાં થયાં હોય તે તેને ભેદ સમજી શકતું નથી. અને જળના ગુણ દુધને આપે છે; પણ હંસ જેવા જ્ઞાની પુરૂષે કેટલાક માલૂમ પડે છે. જેઓ તત્ત્વજ્ઞાનથી દુધ અને જળને ભેદ સમજે છે, અને એગમાર્ગથી તે બેને જુદું કરતાં પણ શીખે છે. (આ) હું સઃ “હું તે તે,” “હું તે આત્મા” આવું જ્ઞાન ધરાવનાર હંસ કહેવાય છે. અને હંસ જેમ દુધને જળથી ભિન્ન કરી દુધને આસ્વાદ લે છે, અને જળને પડતું મુકે છે, તેવી રીતે જ્ઞાની પુરૂષે જડ દેહને પડે મુકી આત્માને આસ્વાદ અનુભવે છે. ઘણા કાળથી અને જ્ઞાનને લીધે આપણે દેહ અને દેહના સંબંધી ધન, પુત્ર, મિત્ર, સ્ત્રી, વગેરે આપણાં તરીકે લેખીએ છીએ, પણ વ
તુત તેમને અને આપણે જરા પણ સંબંધ નથી. કારણ કે જ્યારે આ દેહજ આપણે નથી તે પછી દેહને આ. શ્રયી રહેલી વસ્તુઓ શી રીતે આપણી થઈ શકે? આ
કમાં આત્માને અમર કહે છે, તે વિશેષણ પણ બહુ અર્થ સૂચક છે. જ્યારે દેહ મરે છે, ત્યારે આત્મા મરતો નથી, તે ત્રણે કાળમાં એક સરખે નિત્ય રહે છે, અને તે નિત્ય આત્મા ક્ષણભંગુર દેહથી ભિન્ન છે, એવું ભાન કરાવવાને “ અમર” એ વિશેષણ મુકવામાં આવેલું લાગે છે.
For Private And Personal Use Only