________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
અર્થ–દેહમાં રહેવા છતાં પણ જે દેહી નથી; જે વાણીથી ભિન્ન અને અમર છે. દુધની અંદર જળની મા.. ફક અસંખ્ય પ્રદેશી આત્મા શરીરમાં રહેલું છે.
ભાવાર્થ–આત્મા દેહમાં રહે છે, પણ દેહને અને આ માને ખરે સંબંધ નથી, આ વાક્ય નિશ્ચયનયથી સમજવાનું છે, જે દેહ અને આત્માને ખરે સંબંધ હોય , તે કદાપિ આત્મા મુકત થઈ શકે નહિ. જ્યાં સુધી દેહામબુદ્ધિ છે, જ્યાં સુધી વ્યવહાર છે, જ્યાં સુધી આત્માનું ખરૂ સ્વરૂપ સમજવામાં આવ્યું નથી, ત્યાં સુધી આ મારો દેહ છે, અને હું આ દેહમાં રહું છું, વગેરે ભાવ રહે છે, અને પ્રવૃત્તિ પણ તેવા પ્રકારની થાય છે. વારંવાર જણાવવામાં આવ્યું છે તેમ દેહ તે આત્માને કામ કરવાનું સાધન છે. વળી આમા વાણીથી ભિન છે. વાણી પુદ્ગલરૂપ છે, વાણી એ પુદ્ગલને ધર્મ છે, તેનાથી આત્મા અસંશ્લિષ્ટ છે, એટલે વાણીથી આત્માને પહોંચી શકતી નથી. વાણી અને મનની પણ પેલી પાર આત્મા છે. એક સ્થળે કહેલું છે કે___ यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह. શાબ્દિક તાર્કિક પંડિત છાકે, તે પણ વહાં જઈ થાકે. શબ્દ તીર પણ જ્યાં નહિ પહોંચે, શબ્દવેધીનાં તાકે. ભયા અનુભવ રંગ મછડારે, ઉસકીવાત ન વચને થાતી. મનની સાથે વાણી પણ જ્યાં પહોંચ્યા સિવાય પાછી વળે છે, તે પરમપદ તે આત્મપદ છે. ત્યારે દેહ અને આત્માને કેવો સંબંધ છે એ આપણે વિચારીએ, ઉપમા આપીને
For Private And Personal Use Only