________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–બહિરાત્મ ભાવ રાખવાથી કેવું ખરાબ પરિણામ આવે છે, તે હવે ગ્રંથકાર દર્શાવે છે –
અર્થ–બહિરાત્મ ભાવથી સંસારમાં રખડવું પડે છે. રાગ વગેરે કલેશને પ્રવાહ ચાલે છે, માટે દેહાત્મબુદ્ધિને ત્યાગ કરી તું આત્માને દેહથી ભિન્ન ગણ. તે ૮૨ | ભાવાર્થ–બહિરાત્મભાવ એ શું તે આપણે ગયા શ્લેકમાં વિચારી ગયા; દેહ અને ઇન્દ્રિયે તથા જગતની બાહ્ય વસ્તુઓમાં મારાપણાને ભાવ તે બહિરાત્મભાવની ટુક વ્યાખ્યા છે. હવે બહિરાત્મભાવનું શું પરિણામ આવે છે, તે આ લેકમાં વિચારવામાં આવેલું છે. તેવી વૃત્તિથી મનુષ્ય જે વસ્તુઓ આત્માની પોતાની નથી, તેને આત્માની તરીકે લેખે છે. અને તેથી તે વસ્તુઓ મેળવવાની ઈ
છા કરે છે. આ ઈછા તેને જન્મ મરણના ચક સાથે બાંધે છે, તેથીજ કરીને આ લેકમાં જણાવ્યા પ્રમાણે જીવને સંસારમાં ભટકવું પડે છે. વળી તેજ વૃત્તિને લીધે ઘણી વસ્તુઓ ઉપર રાગ-આસકિત થાય છે, અને તે મળવામાં જે વિષ્ન કન્ન થાય તેના પર દ્વેષ પણ થાય છે. આ રીતે રાગ દ્વેષને પ્રવાહ પણ બહિરાત્મભાવને લીધે ચાલે છે. જેનામાંથી આ દેહાભ બુદ્ધિ ટળી ગઈ છે, તેને વાતે સંસારમાં ભટકવાનું અધું ચકતું બંધ થઈ ગયું, એમ જરૂર માનવું, માટે આ ભાવના ઉત્પન્ન કરવાને શું કરવું, તે હવે ગ્રંથકાર દર્શાવે છે. તે જણાવે છે કે દેહ એ આત્મા છે એવી બુદ્ધિને ત્યાગ કરે,
For Private And Personal Use Only