________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૨ જરૂર તમે તે કાર્ય કરી શકશે. તમને તમારા આત્મબળમાં વિશ્વાસ આવશે. અને તમે બીજાં દુર્ધટ કાર્યો પણ ધીમે ધીમે કરી શકશે. આ સિદ્ધાંત કેવળ હેતુ વગરને નથી, તે અનુભવમાં આણેલે મત છે, અને તમે પણ જો પ્રયત્ન કરે છે તે તમારા અનુભવમાં આવી શકે. આ ત્માને કશું અશક્ય નથી. “મારાથી શું થશે.” એવા વિચારથી જે તમે કોઈ કાર્યને પ્રારંભ કરશે તે જરૂર તમે તેમાં નિષ્ફળતા મેળવશે. પણ આ કામ તે હું કરી શકીશ. હું તે જરૂર પરિપૂર્ણ કરીશ, એવી દઢ. ભાવના રાખી જે તમે કાર્યને આરંભ કરશે તે નક્કી તમે તેમાં વિજય મેળવશે. કારણ કે તે ભાવનાથી તમારામાં રહેલી આત્મશક્તિ વિશેષ કુરે છે, અને બીજાને અજાયબ લાગે તેવાં કાર્યો તમે ઘણીજ ત્વરાથી અને સહેલાઈથી કરી શકે છે. ઘણી વાર આપણે કર્મ, અને કર્મની પ્રકૃતિએ, અને તેના વિભાગ, સ્થિતિ, રસ વગેરે સાંભળીએ છીએ, ત્યારે આપણે નિરુત્સાહી બની જઈએ છીએ. આપણે ધારીએ છીએ કે, આટલી બધી કર્મ વગણને હ શી રીતે અંત આણી શકીશ? આટલું બધું દેવું મારાથી શી રીતે વળાશે ? પણ આ સ્થળે કર્મની પ્રકૃતિના સિદ્ધાંતના ઉપદે. શકે છાતાવર્ગને જણાવવું જોઈએ કે કર્મ આટલું બધું ભારે છે, છતાં આત્માના એક પ્રદેશમાં અનંતી કર્મ વગંણુઓને સંહાર કરવાનું બળ રહેલું છે. માટે જરા પણ ગભરાવું નહિ. કમને બાંધનાર આત્મા છે, તેમ છેડનાર પણ આત્મા છે. માટે આત્મશક્તિમાં વિશ્વાસ રાખી આ
For Private And Personal Use Only