________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२
પુસ્તકે અવકી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વળી તે ધ્યાન કરે છે, અને ધ્યાન દ્વારા, સમાધિદ્વારા, આત્મરમણતા દ્વારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે છે, તે જ વખતે તેના સંશયો ટળી જાય છે. આત્મામાં દરેક વસ્તુનું તેના ગુણ પર્યાય સહિત પ્રતિબિંબ પડે છે, તેથી આત્મજ્ઞાનીને કેઈપણ વસ્તુનું જ્ઞાન મેળવવા બાહ્ય વિષયમાં ભમવું પડતું નથી તે અંતર્મુખ દષ્ટિવાળે છે, અને તરત જ તેની શંકાએ ટળી જાય છે. આ કેવી રીતે થાય છે તે તેના અનુભવીએ વધારે સારી રીતે સમજી શકે.
પણ કર્મગ્રન્થી ભેદાય, સર્વ સંશય ટળી જાય, તે માટે ગુરૂની આજ્ઞાનુસાર ધર્મમાં પ્રવૃત્ત થવું જરૂરનું છે. ધર્મ સુખને આપવાવાળો છે. આ સુખ તે મેક્ષ સુખ છે. મેક્ષ સુખ પણું ધર્મની સમ્ય રીતે આરાધના કરવાથી મળી શકે છે તે પછી ઇંદ્રાદિકનાં સુખ તે મળી શકે તેમાં આશ્ચર્ય શું? ગુરૂની આજ્ઞા એ શબ્દો એટલા માટે મુકવામાં આવેલા છે કે આત્મજ્ઞાનના વિકટ માર્ગમાં ગુરૂ બરાબર દેરી શકે છે. ગુરૂવિના તે માર્ગમાં અડચણ આવે ત્યારે શું કરવું તે સુઝતું નથી, અને પછી જીવ ગભરાય છે, અને એકાએક તે ઉચ્ચ અધિકાર પરથી પતિત થાય છે. માટે જે તેવા સમયે ગુરૂનું આલંબન હોય તે તે બહુ જ ઉપયોગી નીવડે છે.
अवतरणम्-.-केचिदेकान्तोद्यमवादिन उद्यमेनैव मुत्ति 'मन्यमानाः तानुपालभते.
For Private And Personal Use Only