SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संगच्छते कथमन्यथा तैरपि मोक्षपूर्वका जीवादि पदार्था न થતા ફરિ વતિ અવતરણુ-ધર્મનું જ્ઞાન આપનાર સશુરૂ છે. ગુરૂ વિના ગુરૂદેવની કૃપા વિના સદજ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. જેમ માણસને ચડ્યું હોય પણ કઈ પણ પદાર્થ જોવામાં સૂર્યના પ્રકાશની સહાયતાની જરૂર છે, તેમ શાસ્ત્ર હોય પણ તે સમજવામાં ગુરૂપ સૂર્યની આવશ્યકતા છે, માટે પ્રથમ ગુરૂની સ્તુતિ ગ્રન્થ કર્તા કરે છે. અથ–જેને પ્રતાપ કલ્પદ્રુમ અથવા ચિંતામણિ રત્ન કરતાં અધિક છે, અને ધર્મ, કામ, અને અર્થને સાધવાવાળે અને મુક્તિ આપનાર છે. ૨ છે ભાવાથ-ક૯૫૬મ અથવા ક૯પવૃક્ષ માગેલા પદાર્થને આપનારે ગ.વામાં આવે છે, કપવૃક્ષ પુત્ર, કલત્ર, ધન, વસ્ત્ર વગેરે બાહ્ય પદાર્થોને આપવાવાળે છે, પણ કદાપિ કલ્પવૃક્ષથી મોક્ષ પ્રાપ્તિ થઈ હોય, એવું સાંભળવામાં અને થવા દેવામાં આવેલું નથી. પણ ગુરૂ તે અનંત સુખ અને શાસ્વત આનંદના સથાનરૂપ મેક્ષને મેળવવામાં કારણભૂત હેવાથી તેમને પ્રતાપ કલ્પવૃક્ષ કરતાં પણ વિશેષ છે. કલ્પવૃક્ષ આ જગતના પદાર્થોને આપી શકે પણ ખરી આમિક રૂઢિ તે ગુરૂજ આપી શકે. તેમના વિના તે આપવા કે ઈ પણ સમર્થ નથી. કલ્પવૃક્ષ કરતાં ગુરૂને પ્રતાપ વિશેષ છે એટલું જ નહિ પણ ચિંતામણિ રત્ન કરતાં પણ તેમનું માહાય વિશેષ છે. કલ્પવૃક્ષ અને ચિંતામણિ રનમાં મોટે ભેદ એ છે કે કલ્પવૃક્ષ માગેલી વસ્તુ આપે For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy