________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३० સિદ્ધ અષ્ટકમ રહિત હોય છે. આ સિદ્ધની સ્થિતિ તે આત્માથી ભિન્ન નથી. આત્મા સ્વરૂપે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવને છે. જે વસ્તુને ગુણ ન હોય તે ગુણ તેને આપવામાં આવે તે તે અનિત્ય ગુણ કરે અને તેને કઈક કાળે નાશ પણ થાય, તેમ જે સિદ્ધત્વ આત્માથી ભિન્ન હોય અને તે અમુક પ્રકારથી આત્માને મળતું હોય તે તેને કેઈક કાળે વિપેદ પણ થાય. પણ તે તો આત્માનું પિતાનું છે. વાદળાંથી સૂર્ય ઢંકાયેલું હોય, તે આપણને તે ન દેખાય, પણ જ્યારે વાદળાં ખસી જાય ત્યારે સૂર્ય પ્રકાશી નીકળે છે. શું આટલે વખત સૂર્ય ત્યાં નહતે ! શું સૂર્યમાં નો પ્રકાશ આ ! ના તેમ નથી. સૂર્ય તથા સૂર્યને પ્રકાશ તે સર્વ કાળ અવિચ્છિન્ન હતાં, પણ મેઘના સદ્ભાવથી તે દેખાતા ન હતા. તેમ આત્મામાં સિદ્ધપણું રહેલું છે, પણ કર્મથી આત્મજ્ઞાન અવરાયેલું હોવાથી આ પણને તેનું ભાન થતું નથી. જ્યારે શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાનથી આ પડલ ખરી જશે ત્યારે આત્માનું સિદ્ધત્વ સ્વ યમેવ જણાઈ આવશે. જે આત્મામાં સિદ્ધતા પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે, તે બીજું શું કરી ન શકે ! માટે મારાથી શું થશે એવા મિયા વિકલપને ત્યાગ કરી આત્મ શક્તિમાં વિશ્વાસ રાખી ઉદ્યમ કરે, જરૂર તમે આત્મરિદ્ધિના જોક્તા થશે.
अवतरणम्-आत्मैव सिद्ध इति कथनान्तरमात्मैवाईदवस्था पामोति स अर्हन्नप्यात्मैवेति दर्शयितुमाह ॥
For Private And Personal Use Only