________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જેમ વિષનું ઝેર ઉતારવાના મંત્રને ફરી ફરી ઉપયેગા કરવામાં આવે છે તે અનુચિત ગણાતું નથી, તેમ આ સંસારનું રાગદ્વેષમય વિષ ટાળવાને સાંસારિક પદાર્થોની અનિયતા પ્ર. તિપાદન કરી, આત્મ માર્ગ ભણી વળવાને ઉપદેશ ફરી ફરીને કરવામાં આવે છે તે પુનરૂક્તિ દેષથી મુકત ગણ વે જોઈએ. તે ત્રણ કારણોમાંનું મુખ્ય કારણ એ છે કે તે સુખ ક્ષણિક છે. જો કે તે સુખ લાંબો કાળ સુધી ટકે તે પણ કાળની અનંતતાની અપેક્ષાએ તેને ક્ષણિક માનીએ તે તેમાં આપણે અસત્ય વદતા નથી. વળી તે સુખ દુઃખગર્ભિત છે. જે સુખ દુઃખગર્ભિત હોય તે સુખના નામને પાત્ર નથી. ભલે ને જગતના લકે તેને સુખ તરીકે સ્વીકારે, પણ જે શાશ્વત્ અને અવ્યાબાધસુખ મેળવવા પ્રયત્ન કરવા માગતા હોય તેમના પ્રયાસને વાસ્તે આ સુખ એગ્ય નથી. વળી ત્રીજું કારણ એ છે કે આ સંસારિક પદાર્થોમાંથી મળતા સુખ પછી માણસને બીજા સુખની આકાંક્ષા રહે છે. તેમાં જ તેને આત્મા નૃતિ પામતું નથી. તે સુખ ભેગવવા છતાં પણ તેનું મન બીજા સુખને સારૂ તપી રહે છે; જ્યાં સુધી અન્ય પ્રકારનું સુખ મેળવવાની ચિંતા રહે છે, ત્યાં સુધી તે સુખ કેવી રીતે શાશ્વત ગણી શકાય ! આ કારણે સ્વર્ગીય સુખને પણ એક સરખી રીતે લાગુ પડે છે. માટે જ આ સ્થળે જણાવવામાં આવ્યું છે આ જગતના તથા સ્વર્ગના સુખને ક્ષણિક અને મિથ્યા માનવાં જોઈએ, ત્યારે પછી શું કરવું ? એ પ્રશ્નને ઉત્તર બાકીના અર્ધા કલેકમાં આપવામાં આવેલ છે. આમ સુખને
For Private And Personal Use Only