________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
યાથી સ્વાત્મા પિતાને તથા વિશ્વનો મિત્ર બની શકતો નથી. માયાથી ગમે તે સ્વાર્થ સાધતાં પહેલાં સ્વાત્માને જ ઠગી શકાય છે અને માનથી રૂડે વિનય પ્રગટતો નથી. માનથી ન મરાય ત્યાંસુધી આત્મા અગુરુલઘુ સ્વભાવને અનુભવી શકે નહીં. હે ચેતન ! તું ક્રોધ કરીને કેમ તપે છે? અઍકારીભટ્ટાણી જેમ ક્રોધથી પારકા હાથે વેચાઈને મહાદુઃખ પામી, તેવી હારી દશા થશે. ક્રોધથી આત્માની અને અન્યની શુદ્ધ પ્રીતિને નાશ થાય છે એટલું જ નહીં પણ કેટિવર્ષનું સંયમ પણ તેથી બે ઘડીમાંજ નષ્ટ થાય છે. મહાવિષધર સર્પને સંગ સારો પણ ક્રોધને એક ક્ષણમાત્રનો સંબંધ પણ મહા ખરાબ છે. હે ચેતન ! ! ! કયાં હાસ્યને વશ થાય છે. રોગનું મૂળ ખાંસી અને . કલેશનું મૂળ હાંસી. બીજાની મશ્કરી કરવી અને બીજાને દુઃખ થાય, હાનિ થાય, તેની અપકીર્તિ હલકાઈ થાય એવી દરેક જાતની હાંસીથી દૂર રહેવું. શાતાના સંયોગે મળે છતે રતિ ન કરવી અને અશાતા વગેરેના પ્રતિ કુલ સંયોગે મળે તે અરતિ ન કરવી એજ મુક્તિનું દ્વાર ખેલવાની ગુમ ચાવી છે. પ્રભુમય થવાની એજ સત્ય નિશાની છે. સાત ભય આદિ અનેક ભયથી મુક્ત–નિર્ભય થવું એજ જીવતાં મોક્ષની વાનગી છે. આ ભવમાંજ પૂર્ણ નિર્ભય થવું જોઈએ. નિર્ભય જીવન વિના એક ક્ષણ માત્ર પણ જીવવું નકામું છે. અનેક પ્રકારના શેકના
For Private And Personal Use Only