________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધાની કરી છે. તેમાં જે અજ્ઞાનીઓ ખુલ્યા છે અર્થાત મેહના ફંદમાં ફસાયા છે, તેઓ પર કર્મરાજાની હુંડી લખાઈ છે અને તે નરક નિગદમાં સકરાઈ છે અને તેથી ત્યાં તે જીવો અનંતગણું સમયે સમયે દુઃખ પામ્યા કરે છે. માટે મહરાજાના કુંદમાં ન ફસાઈ જાય એવી રીતે સાવધ થા! ! હે ચેતન ! ! ! દુનિયામાં અનેક ધર્મમતપન્થ દર્શને છે, તેઓ પોતપોતાનો ધર્મ સત્ય માનીને તેને વખાણે છે, પણ ધર્મનું સત્ય રહસ્ય તે વિરલા જ્ઞાનીઓ જાણી શકે છે. આત્મામાં જ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધર્મ છે. બાહ્ય જડ વસ્તુઓમાં આત્માને ધર્મ નથી. બાહિરમાં ધર્મ માનનારાઓ બહિરાભદષ્ટિવાળા છે અને તે બાહ્યમાં ધર્મ માટે દડદડા કરી રહ્યા છે અને બાહ્યમાં જે ધર્મનાં નિમિત્તસાધન છે, તે કારણ છે. તેમાં આત્માના કાર્યધર્મને આરેપ કરીને આત્માના ધર્મને આત્મામાં દેખાતા નથી, પણ લોકસંજ્ઞાએ ગાડરિયા પ્રવાહે બાહ્યમાં ધર્મ માની રાગ દ્વેષ કરી ઉલટા કર્મ. રૂપ શયતાનના ફંદામાં ફસાય છે. જે આત્મજ્ઞાની હોય છે તે તો આત્માના જ્ઞાનથી જડ અને આત્માને ભિન્ન જાણે છે. આત્માને શુદ્ધ જ્ઞાનાનન્દ ધર્મતે આત્મામાં જ રહેલે જાણે છે, અને બાહ્યમાં નિમિત્ત સાધન ધર્મ કારણેને નિમિત્તરૂપે માને છે અને તે નિમિત્તધર્મના અધિકારીભેદે અસંખ્યભેદો હોય છે અને તે
For Private And Personal Use Only