________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મણિચંદ્રજીને આત્માના ઉપયોગમાં રમણતા કરવી ગમતી હતી. આત્માના ઉપયોગથી જરા દૂર જતાં તેમને આત્માના વિરહની ઘણું વેદના થતી હતી. આત્માના ઉપયોગથી જીવવામાં જ જીવવું જાણતા હતા અને જડવસ્તુને સંકલ્પ વિકલ્પ કરવામાં મરણ માનતા હતા. તેથી તેઓ આત્માના જ વિચારો કરતા, આત્મારૂપી પ્રભુથી ઉપયોગબળે એકરૂપ થઈ જઈને આત્મામાં મસ્ત–એકલીન થઈ ગયા હતા.
मोहरायकी बहुराजधानी ॥ तेमांहि त्या जे श्रज्ञानी ॥ कर्मरायकी हुंडी लखाणी ॥ नरग निगोदे जइ संकरांणी ॥ ४ ॥ धरम धरम सहुको करि मांने ॥ धरम करम जग विरला जाणे || बाहीरदृष्टि बाहेर ध्यावे ॥ कारण सो कारज करी भावे ॥ ५ ॥ ज्ञानी ते जो ज्ञान विचारे । कारण कारज दोय नय धारे । कारण ग्रही कारजमां पावे ।। तब सो ज्ञानी शिवपद पावे ॥ ६ ॥
ભાવાર્થ અને તે વારંવાર આત્માને સ્વરૂપમાં રમવાની પોતે પોતાને શિખામણ દેતા હતા. તે આત્માને શિક્ષા આપતા હતા કે હે આત્મન !! આ વિશ્વમાં સર્વત્ર મહારાજાની બહુ રાજધાનીઓ છે. સર્વાત્માઓના મન મન પ્રતિ મેહરાજાએ
For Private And Personal Use Only