________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તિને દૂર કરી શકે છે. આત્માનું જ્ઞાન વિચારવાથી અને આત્માનું સ્વરૂપ સ્મરણ કરવાથી આત્માની સાથે મેહરૂપ શયતાનનો સંબંધ રહેતા નથી. મોરની પાસે સર્પ રહેતું નથી. સિંહની પાસે સસલું રહેતું નથી. પ્રકાશની પાસે અંધકાર રહે નહીં તેમ આત્મજ્ઞાનને વિચાર કરવાથી પરપરિણુતિ પ્રગટેલી હોય છે તે તુર્ત શમી જાય છે. જ્યારે તે ચેતન!!તું આત્માના જ્ઞાનનો વિચાર કરતા નથી, અને આત્માનો ઉપયોગ ભૂલી જાય છે તેવખતે હને જડ–પુદગલદ્રવ્ય પ્રિય-વહાલું લાગે છે. હે આત્મન ! ! ! હવે મેહનીયકર્મો ઘેર્યો છે અને તેથી તું જકડાઈ બંધાઈ ગયો છે અને મેહની ઘેનમાં ઘેરાઈ ગયો છે અને હજી તેવો તું મોહશયતાનના વશમાં પડેલો પિતાને અનુભવે છે; છતાં કંઈ પણ વિચાર કરતો નથી. ? ? એ કેટલું બધું આશ્ચર્ય છે જ્યાં સુધી આત્મતત્વનું જ્ઞાન થતું નથી ત્યાંસુધી મિથ્યામતિથી છ જડજગમાં મેહ પામીને મરેલાજ છે અને આત્માનું જ્ઞાન થતાંજ તે સ્વસ્વરૂપે જીવતા થાય છે. આત્માના જ્ઞાન વિના તપ જપ વ્રત ક્રિયા કષ્ટ ઘણું કરવામાં આવે તે પણ તેથી કર્મને નાશ થતો નથી. શ્રી આનંદ ધનજી-જાતમજ્ઞાની ભ્રમણા ફાવે, વિજ્ઞાતિ વ્યક્તિની છે. આત્મજ્ઞાની સાધુ છે બીજા તો વેષધારી છે એમ જણાવે છે આત્માને અજ્ઞાની મિશ્યામતિછવ, પિતાની મુક્તિ કરી શકતો નથી.
For Private And Personal Use Only