________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કષાયથી રસ બંધ સ્થિતિ બંધ પડે છે એમ જાણે અને
ગથી પ્રકૃતિબંધ પ્રદેશ બંધ બંધાય છે એમ જાણે. તથા વળી વિચારે કે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ એ ત્રણ કરતાં કષાયરસંબંધથી સંસારમાં ઘણા કાળ સુધી ભટકવાનું થાય છે એમ જાણે છે. ચાર પ્રકારે કર્મને બંધ પડે છે તેથી કર્મનાં દલિકે છે તે આત્માના પ્રદેશો સાથે રહે છે અને તે ઉદયમાં ન આવે ત્યાં સુધી સત્તાકર્મ જાણવા અને જ્યારે તે વિપાક આપવાને માટે ગતિમાન થવા માંડે ત્યારે કર્મની 'કરણ થઈ એમ જાણવું અને જયારે તે કર્મો શુભાશુભ કુલ આપે ત્યારે વિપાકી ઉદયમાં આવેલાં જાણવાં. કોઠારમાં પડેલા દાણાની પેઠે જે કર્મો આત્માની સાથે પડેલાં છે, લાગેલાં છે તે સંચિત છે અને જે કર્મો લેવા માટે કર્મ બાંધવા માટે પ્રવૃત્તિ કરાય છે અને તેથી સમયે સમયે કર્મને બંધ થાય છે. તે ક્રિયામાણુ કમ જાણવું અને કોઠારના દાણાઓને વાવવામાં આવે છે. પાછા તેનાં ફલ લેવામાં આવે છે તેનું ભેજન થાય છે, તેવાં ભોજન સમાન પ્રારબ્ધ કર્મ જાણવાં. શુદ્ધ જ્ઞાન, ઉપયોગ, ધ્યાનસમાધિથી ક્ષણમાં અનાદિકાલથી બાંધેલા સર્વકર્મને ક્ષય થાય છે અને આત્મા તેજ પરમાત્મા થાય છે.
For Private And Personal Use Only