________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ત્માના ગુણ પર્યાને ભેદભેદપણે અને ભિન્નભિન્નપણે અનુભવે છે. તથા આત્મા વિના અન્ય સર્વ દ્રવ્ય પર્યાને આત્માથી ભિન્ન–ભેદપણે અનુભવે છે અને આત્માન પર્યાને અભેદ અભિન્નપણે અનુભવે છે. આત્માનુભવીઓ આત્માના દ્રવ્યગુણપર્યાનું સ્વરૂપ વિચારીને તેમાં ખેલે છે-રમણતા કરે છે અને રાગદ્વેષાદિપર પરિણતિથી આત્માને ભિન્ન ગણીને અંતરમાં પરપરિણતિને પ્રગટ થવા દેતા નથી. તેથી તેઓ સંવરી બને છે અને આમ્રવન રોધક બને છે. આત્માનુભવીઓ આત્માના શુદ્ધ સ્વભાવમાં ખેલે છે, તેઓને કેવલજ્ઞાન પ્યારું લાગે છે અને મેહપરિકૃતિ ખરાબ લાગે છે. તેઓ આત્મા રૂપે બનીને તટસ્થસાક્ષી જેવા થઈ સર્વ દેહ મન વાણી વગેરેના વ્યાપારનો અનુભવ કરે છે. આત્માનુભવ થયા પછી આનંદ અને નિર્ભય, ઉત્સાહ પ્રગટે છે, આત્મામાં રસ પડે છે અને પછી જડવસ્તુઓના ભેગથી ખરે આનંદ આવતું નથી એમ અનુભવ કરે છે. વિશ્વવર્તિસર્વજીની સાથે તેમનામાં આત્મમૈત્રી પ્રગટે છે. તે દુઃખમાં પણ આનંદી રહે છે. એવા આત્માનુભવીઓને આત્મા જ જ્યાં ત્યાં ધારણાબળે હામે દેખાય છે અને તેઓ લઘુ બાલકની પેઠે નિર્દોષ આનંદ ભેગવે છે.
For Private And Personal Use Only