________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સમતાકિયા ભકિત–સમતારસ તે શાંત રસ છે. ઉપરની આઠ પ્રકારની ભક્તિની સિદ્ધિથી સમતા પ્રગટે છે, સર્વજીવો પર રાગ દ્વેષ વિના આત્મસમાન ભાવ ધારા તથા જડપદાર્થો પર સમભાવ ધારે તે સમતા ક્રિયા છે. આત્માના જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્યગુણ તે સત્તાએ સર્વજીના એક સરખા છે. સર્વ જીવો તે આત્મ સરખા છે. આત્માના સરખો સર્વજીપર આત્મભાવ રાખે. તેવા સમતાના વિચાર કરવા અને વિષમતાના વિચારને મનમાં પ્રગટતાજ વારવા તે સમતાક્રિયા છે. સમતાકિયાથી આત્મા ઉત્કૃષ્ટ સમપરિણામે ક્ષણમાં કેવલજ્ઞાની બને છે. સમતા એજ આત્માનું સ્વરૂપ અને તેજ પૂર્ણ સમાધિ, અને રાજગફળ છે. તપ જ૫ સેવાભક્તિનું ફલ સમતા છે. સમતાથી સર્વ દર્શનધર્મીઓની મુક્તિ થાય છે. સમતાથી આત્માને આત્માનંદરસ આસ્વાદી શકાય છે. સમતા તેજ ગ છે, અને તેજ સત્યશુદ્ધ અમૃત રસ છે. સમતા વિના દુઃખને નાશ થતો નથી. સમતા જ્યાં પ્રગટે છે ત્યાં સંસાર અને મુક્તિ પર પણ સમભાવ પ્રગટે છે. બાહ્ય લાખો ધર્મક્રિયાઓના કરતાં પાંચ મીનીટની સમતાનું ફલ અનંતગણું ઉત્તમ છે. તીર્થયાત્રાઓ, તપ, યજ્ઞ ઉત્સવ કરોડે કરોડો કરવામાં આવે તે પણ તે સર્વે એક મીનીટની
For Private And Personal Use Only