________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સદગુણ મનુષ્યો છે તેના જેવા ગુણો નહીં પ્રગટવાથી હું લઘુ-હીન છું. વા આત્મા અપેક્ષાએ વિચારે તે જડમાં કલ્પેલી લઘુતા અને ગુરૂતા તેથકી આત્મા ભિન્ન છે તેથી આત્મા તે અગુરુલઘુ છે. આત્મા લઘુ પણ નથી અને ગુરૂ પણ નથી એમ વિચાર કરવાથી આત્મા અહંતા મમતાથી મુકત થઈ પરમાત્મા થાય છે,
એકતાદિયાભકિ–બાહ્યથી એકતાને એવી રીતે વિચારે કે-આત્મા કર્મવશથી એકલે ઉપજે છે અને એક મરે છે. આત્માને પરભવમાં જતાં કેઈ સહાયકારક સખા નથી. સુખ અને દુઃખને એકલે આત્મા વેદે છે તેમાં બીજાથી ભાગ લઈ શકાતું નથી.
एगोहं नरिथ मे कोइ । नाहमन्नस्स कस्तह। एवं अदीणमणसा, अप्पाण मणुसासद ॥ १ ॥
હું એક આત્મા છું અને આ સંસારમાં મારું કાઈ નથી. હું આત્મા અન્યને નથી એ પ્રમાણે અદીન મનવાળો આત્મા, એક્તાક્રિયાથી પિતાના આત્માને ઉપદેશ, શિક્ષા આપી સિદ્ધિ પ્રભુ બનાવી શકે છે. મરૂદેવા, ભરત, સ્કંધકરિના પાંચસે શિષ્ય, ગજસુકુમાલ અને ઈલાકુમાર વગેરેએ આત્માની એક્તાનો વિચાર કરી શુદ્ધ સિદ્ધ
For Private And Personal Use Only