________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે અને ઉત્કૃષ્ટાભાવે ક્ષણમાં કેવલી થાય છે એમાં અંશ માત્ર શંકા નથી.
૬ ધ્યાનક્રિયા–દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આત્માના ગુણપનું સતતધારાપ્રવાહે એકાગ્રચિત્તથી ચિંતવન કરવું તે ધ્યાનક્રિયા છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવવું. પદસ્થધ્યાન, પિંડસ્થધ્યાન, રૂપસ્થધ્યાન અને રૂપાતીત ધ્યાન, ધ્યાવવા અત્યંત આત્મપયોગથી વર્તવું. સાત્વિક ધ્યાનથી શુદ્ધાત્મધ્યાનમાં પ્રવેશ કરે, આત્માવિના જેટલા જડ પદાર્થો સંબંધી વિચાર કરવો તેટલો સંસાર છે અને આત્માના ગુણોના વિચાર ધ્યાનમાંજ મોક્ષ છે. આત્મા વિના જગમાં કશો સાર નથી. આત્મા, પરમાત્મા સંબંધી વિચારપ્રવાહધારાને અખંડઉપગ રૂપસમાધિમાં લયલીન થઈ જવું. ધ્યાનને ઉત્કૃષ્ટ શુદ્ધભેદ તે સમાધિ છે. ક્લાકેના કલાકે અને દિવસેના દિવસે, અને માના માસો અને વર્ષોના વર્ષો પર્યત આત્માના જ વિચારોમાં લય લીન–મસ્ત બની જવું અને દુનિયા ભૂલી જવી, તેથી આત્માના ચિદાનંદને પ્રકાશ થાય છે. ઉત્કૃષ્ટભાવે આત્મા ક્ષણમાં કેવલજ્ઞાની થાય છે. ધ્યાનથી આત્મસુખને અનુભવ, તથા સ્થિરતા નિર્ભયતા પ્રગટે છે. અને તેથી નામ
For Private And Personal Use Only