________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
ગમન કરીને પાછા પડે છે, ભવચક્રમાં એક વાર ક્ષેપક શ્રેણિની પ્રાપ્તિ છે અને પાંચવાર ઉપશમ શ્રેણિની ભવચક્રમાં પ્રાપ્તિ થાય છે. છઠું અને સાતમું ગુણસ્થાનક બે સાથે જોડેલા હડાળા જેવું છે. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકમાંથી અસંખ્યવાર સાતમે જવાય છે અને સાતમાથી અસંખ્યવાર છટ્ટે અવાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં પ્રમાદને ઉદય નથી અને ત્યાં ધર્મધ્યાન ઉત્કૃષ્ટ પરિણમે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં જ્ઞાન ધ્યાનસમાધિ ઉપયોગની મુખ્યતા છે. ત્યાં હોગની પ્રવૃત્તિ નથી, ત્યાં સહજ આત્મોપગે રાજગ યાને જ્ઞાનયોગ વર્તે છે, આત્માના જ્ઞાન ધ્યાન સમાધિપરિણામરૂપ અપ્રમત્ત ગુણસ્થાનક છે અને તે સમકિતીને જ આવે છે પણ મિથ્યાવીને આવતું નથી. સાતમાં ગુણસ્થાનકમાં જે ઉંચી આત્માના શુદ્ધોપયોગની લગનીની લય લાગે છે તે ક્ષેપક શ્રેણિએ ચઢીને આત્મા, ચાર ઘાતિકર્મોને ખપાવે છે અને દશમા ગુણસ્થાનક સુધી વર્તતા સંજવલનના લેભ કષાયને હઠાવી નષ્ટ કરે છે અને આત્મા સનાથ થાય છે અને મેહના ઉદયથી અનાથીપણું વર્તતું હતું તે નષ્ટ થાય છે, તેથી યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે અને તેરમા ગુણસ્થાનકમાં કેવલી સર્વજ્ઞ બની આયુષ્ય પર્યત વિચરે છે. આત્માને સર્વ કર્માતીત સિદ્ધ પરમાત્મ પદ પ્રાપ્ત કરતાં મેલપ્રાસાદની ચતુર્દશ ગુણસ્થાનકરૂપી નિસરણી પર
For Private And Personal Use Only