________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ દિકને હું કેમ કરું એમ તે પિતાનું શુદ્ધ સ્વરૂપ સંભારે છે અને ઉદયાગત કષાયાદિ દોષોનું પ્રતિક્રમણ કરી આત્મા તરફ પાછા વળે છે. હેય વસ્તુઓને છડવી અને ઉપાદેયશુદ્ધાત્મસ્વરૂપ અને શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિનાં સાધનો છે તેઓને ગ્રહણ કરવાને ભાવ તે દ્રવ્ય ચારિત્રને સ્વભાવ છે અને તેને અમલમાં મૂકવું તે ભાવચારિત્ર છે. સમકિત સહિત જ્યાં ચારિત્ર ગુણ એક હોય છે ત્યાં હેય અને ઉપાદેયનો વાસ્તવિક વિવેક હોય છે અને વ્રતાદિકમાં લાગતા અતિચારાદિક દોષોની પરિકૃતિ સાથે વારંવાર અસંખ્ય વખત આત્મા યુદ્ધ કરે છે અને તે જ્ઞાની મુનિ નિશ્ચયતઃ જાણે છે કે હું આત્મસ્વભાવે થાઉં અને શુભાશુભ પરિણતિરૂપ અશુદ્ધ પર્યાયનો ત્યાગ કરી આભાનું સત્ય સુખરૂં, એવો જ તેનો પૂર્ણ દઢ નિશ્ચય વર્તે છે. જ્ઞાની મુનિ જાણે છે કે હું આત્મા છું, તેથી હું આત્મામાં મન લગાડું અને મનને લય કરું. મહાત્મક મનને મારી નાખું, શૂન્ય મનવાળો થાઉં, અર્થાત મનના સર્વ વિભાવિક વિચારો દૂર કરૂં. મન કરતાં આત્મા અનંતબળી છે. શુભાશુભ વિચાર કરનાર હું મન નથી પણ હું આત્મા છું. તેથી મને ગુપ્તિ કરી મારે મારા આત્માના સ્વભાવમાં રહેવું એજ મારે આત્મધર્મ છે. એવા ઉપયોગે રહી જગતમાં સાક્ષીભૂત થઈ કર્ત
For Private And Personal Use Only