________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
પ્રત્યાખ્યાન લેવાની તીવ્રચ્છા પ્રગટે છે પણ અપ્રત્યાખ્યાનીના ઉદયથી તેને અમલમાં મૂકી શકાતી નથી. અપ્રત્યાખ્યાનીનો ઉપશમાદિ ભાવ થતાં દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકની શ્રાવકની દશા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રગટે છે અને તેથી પ્રત્યાખ્યાન કષાયને ઉદય છતાં કંઈક કંઈક અવિરતિપણું ઘટાડી શકાય છે, અને સપ્ત વ્યસનને ત્યાગ કરવાની શક્તિ પ્રગટે છે. શ્રાવકનાં બાર વતી પિકી અમુકવ્રત પ્રત્યાખ્યાન કરી શકાય છે. દેશવિરતિ પાંચમા ગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાન કષાયને. ઉદય છતાં સાધુનાં પંચ મહાવ્રત ગ્રહણ કરવાની મહા તીવેચ્છા પ્રગટી શકે છે અને ભાવ શ્રાવકના સત્તર ગુણ પ્રગટે છે, તથા દ્રવ્ય શ્રાવકના એકવીસ ગુણ ત્યાં હોય છે. પાંચમા ગુણ સ્થાનકમાં સર્વ વિરતિ પ્રાપ્ત કરવાની પ્રબળ ભાવનાના બળે પંચ મહાવ્રત ધારણ કરવાનું સામર્થ્ય પ્રગટે છે અને તેથી પ્રત્યા
ખ્યાની કષાયના પશમ ભાવે સાધુ ત્યાગીના પંચ મહાવ્રત ગ્રહણ કરી શકાય છે. સાધુનાં પંચ મહાવ્રત ગ્રહણ કરતાં છઠ્ઠા અપ્રમત્તગુણસ્થાનકમાં પન્નર દિવસ સુધી જેનો ઉદય છે એવા સંવલનના ક્રોધ, માન, માયા, લેભ વર્તે છે અને પુરૂષદ આદિ નવ નકષાયે વર્તે છે. તેની સાથે ત્યાગી મુનિ યુદ્ધ કરે છે મુનિને છઠ્ઠા ગુણસ્થાનમાં સજલનના ક્રોધાદિક કષાયો વતે છે તેથી મુનિપણું જતું રહેતું નથી.
For Private And Personal Use Only