________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને આત્માના અનંત સુખને પામવાની વાત તે કહેણીમાંથી રહેણમાં ઉતારતાં રાધાવેધ સાધવાના કરતાં ઘણી કઠીન છે. એકાંત મિથ્થા બુદ્ધિનીદશાએ અર્થાત મિથ્યાત્વભાવે આત્માના સુખનું અનુભવસ્વાદન હેતું નથી. જે આત્માનું સુખ આસ્વાદવું હોય તો શુદ્ધાત્મ પ્રિય પ્રભુ વિના વિભાવદશાની સાથે નેહ બાંધશો નહીં. આ વાત સમજ્યા કે આજ ક્ષણથી આત્મામાં પૂર્ણ પ્રેમથી રંગાઓ અને આત્માના પ્રેમમાં ઘહેલા બની જાઓ. લધુ બાળકની પેઠે આત્મપ્રભુના વિરહકાલમાં આત્મપ્રભુને મળવા માટે વચ્ચે વિઘ કરનાર મોહાદિકને દેખી રૂદન કરે. હે ચેતનજી!નાના બાલક જેવા સરલાબનો!કે જેથી વહાલે આત્મા પ્રભુ તુ તમને દેખાશે અને તમે પ્રભુરૂપ થઈ ગએલા એવા પિતાને દેખશો. જડના સ્નેહને આત્મામાં સાધે એટલે જડમાં સનેહ રહેશે નહીં. આષાઢ મુનિએ ભરત રાજાનું નાટક ભજવ્યું અને ભારતની પેઠે આરીસા ભુવનમાં આત્મપ્રભુમાં પૂર્ણ લગની લગાવી અંતર્મુહૂર્તમાં કેવલી થયાં. ધન્ય છે એ આષાઢાભૂતિ મુનિને કે જેણે આત્મસ્વભાવમાં ક્ષણવારમાં ઉત્કૃષ્ટ ભાવે રમીને કેવલજ્ઞાન પ્રગટાવ્યું. અંધારામાં સોયના કાણમાં જેમ દેરાને પરવો તે જેમ કઠીન કાર્ય છે, કોઈ વિરલા પુરૂષ સેયનું કાણું ન દેખાય અને તેમાં દોરો પરોવી શકે તે જેમ અતિમુશ્કેલ કાર્ય છે, તેમ રાગ દેશના પરિણામની
For Private And Personal Use Only