________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પન્નર સંજ્ઞાને ત્યાગ કરવાની આત્મ પ્રવૃત્તિ સેવવી અને જીવો પન્નરભેદે સિદ્ધ થાય છે તેનું સમ્માન કરવું. કૃષ્ણપક્ષ પડવેથી ચંદ્રમાની અમાવાસ્યા સુધી ઉત્તરોત્તર કલા ઘટતી જાય છે. તેમ કૃષ્ણપક્ષીયા છે અનેક પ્રકારના છે તેઓની અનુક્રમે ઉત્તરોત્તર તરતમ યોગે ઘટતી ધર્મ કલા જાણવી અને શુકલપાક્ષિક ની શુકલપક્ષથી પુનમ ચંદ્રની પેઠે ઉત્તરોત્તર જ્ઞાનદર્શનચારિત્ર ધર્મની વધતી જ્યા જાણવી. માર્ગાનુસાર શુકલપાક્ષિક સમકિતી મનુષ્યના આત્માની ધર્મ કલા વધતી જાય છે. આત્માને કર્મ લાગ્યાં છે, અને રાગદ્વેષથી કર્મ બંધાય છે તેના સામી ધર્મની ક્રિયા કરવાથી કર્મ ટળે છે એમ જેઓની માન્યતા છે તેઓ શુકલપક્ષિયા છે છે. આત્મા કર્મથી બંધાય છે અને ધર્મથી મુક્ત થાય છે એમ કૃષ્ણપક્ષિયા છો માનતા નથી. કૃષ્ણપક્ષિયા છે પ્રાયઃ આમ નથી, બંધ, મેક્ષ નથી, તેથી મેક્ષાથે ક્રિયા કરવાની જરૂર નથી એમ માને છે. તેઓ આત્માને માને છે તે તેને રાગદ્વેષાદિક ક્રિયાથી કર્મ લાગતાં નથી એમ માને છે, તથા આત્માને અંધાયેલો માનતા નથી. આત્માને કદાપિ માને છે તે તે અનાદિકાલથી શુદ્ધ અબંધ માને છે તેથી તેઓને અક્રિયાવાદ સિદ્ધ કરે છે. આત્માની મુક્તિ થવા માટે ધ્યાનાદિ આંતર ક્રિયાએને તથા દેવગુરૂસેવાદિ બાહ્ય ક્રિયાઓ કરવાની કોઈ જરૂર નથી.
For Private And Personal Use Only