________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જી.
ષાર્થ કરે. તેથી પાપરૂપ અંધકાર દૂર જશે. એમ હૈ ચેતન! પૂર્ણ વિશ્વાસ લાવીને માન અને તે પ્રમાણે વર્ત કે જેથી તું શિવશર્મનું મર્મ પામી શકે. ગુરૂવારે ગુરૂની સંગતિ કર. ગુરૂ વિના કેટિ કોટિ ઉપાય કરવાથી કટિભવમાં પણ સિદ્ધપદ પામી શકાતું નથી. ગુરૂની સંગતિથી જ્ઞાન પામી શકાય છે. ગુરૂની સંગતિ કરી ગુરૂની સેવા ભકિતમાં અપઈ જવું અને ગુરૂની આજ્ઞા પાલનમાં અપઈ જવું. એવી રીતે વર્તવાથી ગુરૂદ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હજારો કરડે શાસ્ત્રો વાંચવાથી એકલા પોતાને જે જ્ઞાનલાભ થતો નથી, તે ગુરૂની કૃપાથી ક્ષણમાં તેમનો બેધ સાંભળવાથી થાય છે, માટે ગુરૂદ્વારા જ જ્ઞાન સાંભળવું, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનથી વિરતિપણું પ્રગટ થાય છે અને વિરતિવડે સર્વ કર્મને ક્ષય કરીને નિર્વાણ પદ પામી શકાય છે. શુક્રવારે મસ્તકમાં બલવીર્ય ધારણ કરવાના ઉપાયને આચરવા. દેહનું શુક્ર છે તેને બ્રહ્મચર્યથી રક્ષવું. શરીર શુક્રના રક્ષણથી આત્મવીર્ય પ્રગટાવવામાં દેહબલ મદદ કરે છે. શરીરમાંથી એક વીર્યના બિંદુને પણ અધઃપાત-દુરૂપયેગન થવા દે અને બ્રહ્મચર્યમાં વિનકર્તા કામની વાસનાનારને બ્રહ્મચર્યનોભાવનાથી દબાવી દ્રવ્યવીર્યની રક્ષા કરવી અને તે વડે આત્મધ્યાન ધરી આત્મ
For Private And Personal Use Only