________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં ઉપશમાદિભાવે છતા થયા છે. અહીં મનુષ્ય જનમમાં અનંત ચતુષ્ટય વ્યકત કરવાની ખરેખરી સાધન સામગ્રી મળી છે. આત્માના અનંત જ્ઞાનાદિ ચતુષ્ટ કે જે છતીભાવે અહીં છે તેને સામર્થ્ય ભાવે–વ્યકતભાવે કરવાની સાધન સામગ્રીને અવલંબવામાં સર્વ પ્રમાદેને વારી પુરૂષાર્થ કર !! સોમવારે ચંદ્રની પેઠે આત્માની શીતલતા-સમતાને વિચાર કર અને આત્માની સમતારૂપ શીતલતા પ્રગટાવ!! સમતા એજ શાંતરસ છે. આત્માની સમતા પ્રગટ કરે છતે કેવલજ્ઞાન પામીશ. મંગલવારે આત્માના જ્ઞાન, દર્શન ચારિત્ર ગુણની આવિર્ભાવતારૂપ મંગલને પ્રગટ કર અને દ્રવ્ય તથા ભાવ પાપ રૂ૫ અમંગલ કાને પરિહાર કર !! પાપકર્મોથી સંતાપરૂપ અપમંગલ છે. પાપકર્મોને ટાળવા માટે પાપવૃત્તિને પહેલાંથી મારી નાખવી જોઈએ, અને એમાં એક ક્ષણમાત્રની પણું સમજ્યા પછી ઢીલ ન કરવી જોઈએ. આત્માનું મંગલ કાર્ય છે તે આત્મામાં છે અને તે પામ્યા પછી બાહ્યમંગલની જરૂર રહેતી નથી. આત્માને આત્મસ્વભાવે રમતાં નવગ્રહો નડી શક્તા નથી. ગ્રહોના પ્રાબલ્ય કરતાં આત્માનું પ્રાબલ્ય અનંતગણું વિશેષ છે. પ્રહે પણ આત્માને મહિમા કરે છે. એવા આત્મામાં અને તેના અસંખ્ય પ્રદેશમાં ભાવત્રાટક ધાર@ાનો એક ધારાવાહી ઉપગ ધાર અને અસંખ્યપ્રદેશ
For Private And Personal Use Only